હત્યા/ જામનગરમાં મહિલા અને તેના બાળકની હત્યા કરેલી લાશ ઝાડીઓમાંથી મળી આવી,પોલીસ ઘટનાસ્થળે

જામનગરમાં લાલપુર ચોક હાઈવે નજીક બાવળની ઝાડીઓમાંથી એક મહિલા અને માસૂમ બાળકની હત્યા કરી દીધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

Top Stories Gujarat
killed

 killed :  જામનગરમાં લાલપુર ચોક હાઈવે નજીક બાવળની ઝાડીઓમાંથી એક મહિલા અને માસૂમ બાળકની હત્યા કરી દીધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ સત્વરે દોડી આવી હતી અને આ વિસ્તારને કોર્ડન કરી લીધુ હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ સઘન તપાસ કરી રહી છે, જામનગરમાં છેલ્લા કેટલા સમયથી હત્યાના બનાવો ખુબ વધી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં કાલાવડ તરફ જવાના રસ્તા પર હોટલની નજીક બાવળની ઝાડીઓમાંથી killed  મૃતદેહો મળી આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.  પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતાં એક મહિલા અને બાળકનો મૃતદેહ હોવાનું જાણવા મળ્યું હતુ. આ બન્ને મૃતદેહો લોહીથી લથપથ હાલતમાં જોવા મળ્યા હતા.પોલીસને  આ કેસમાં પતિ પર શંકા જોવાથી હાલ તેની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધારદાર હથિયાર વડે ગળું ચીરીને બન્નેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. તેમજ મૃતક મહિલાના બાળકની જ બીજી લાશ હોઈ શકે છે.હાલ પોલીસ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ કરવા સહિત આગળની તપાસ હાથ ધરી છે.

નોધનીય છે કે જામનગરમાં લાલપુર ચોક હાઈવે નજીક બાવળની ઝાડીઓમાંથી એક મહિલા અને માસૂમ બાળકની હત્યા killed  કરી દીધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ સત્વરે દોડી આવી હતી અને આ વિસ્તારને કોર્ડન કરી લીધુ હતું ,પોલીસે આ અંગે તપાસ તેજ કરી દીધી છે .આ હત્યામાં ઓળખ થતા મૃતદેહોના નામ સામે આવ્યા છે .તાનું નામ શબાનાબેન અને તેમની પુત્રીનું નામ રુબીના છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

landslide/જોશીમઠમાં ભૂસ્ખલનના લીધે મંદિર ધરાશાયી, તિરાડ પડેલા મકાનોની સંખ્યા 600ને પાર