ઉત્તરપ્રદેશના યોજાયેલી સીએમ યોગી આદિત્યનાથની રેલીમાં પોલીસની એક અજીબો ગરીબ તસ્વીર સામે આવી છે. મંગળવારે બલિયામાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્તિથ મહિલાઓમાંથી એક મુસ્લિમ મહિલા પાસેથી પોલીસે બધાની સામે જ બુરખો ઉતરાવ્યો હતો. ત્યારબાદ આ બુરખો પોલીસ પોતાની સાથે લઇ ગઈ હતી.
સાયરા નામની મહિલાએ કહ્યું કે, તે હંમેશા રેલીઓમાં બુરખો પહેરીને જાય છે, પરંતુ આજ સુધી કોઈએ બુરખો નહીં ઉતરાવ્યો પરંતુ આ વખતે પોલીસે બુરખો ઉતરાવી દીધો છે. ત્યારબાદ મુસ્લિમ ઉલેમાએ તેને ગેરકાયદે અને મહિલાનું અપમાન ગણાવ્યુ છે. તો ભાજપ આ મામલે બચાવના મુદ્રામાં આવી ગઈ છે.
આ મામલા બાદ બલિયા પોલીસના એસપીએ સફાઈ આપી હતી. તેઓએ જણાવ્યું, “મને આ ઘટનાની માહિતી મળી જ નથી, પરંતુ બધાને આદેશ આપવામાં આવ્યો છે કે યોગીની સામે કોઈ પણ કાળા કપડા પહેરીને ન આવે. આ સમ્રગ મામલાની તપાસ કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે.
