Not Set/ મારા બાળકો યહૂદીઓના ખોળામાં ઉછરી રહ્યા છે, આ જ કારણોસર મેં 2004 માં પાકિસ્તાન છોડ્યું હતું : જેમિમા ગોલ્ડ સ્મિથ

ઇમરાન ખાનના વિવાદિત નિવેદનને લઇ નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ શરીફ અને તેમની જ ભૂતપૂર્વ પત્ની જેમિમા ગોલ્ડ સ્મિથ વચ્ચે શાબ્દિક યુદ્ધ છવાઈ ગયું છે.

Top Stories World
jemima mariyam navaz મારા બાળકો યહૂદીઓના ખોળામાં ઉછરી રહ્યા છે, આ જ કારણોસર મેં 2004 માં પાકિસ્તાન છોડ્યું હતું : જેમિમા ગોલ્ડ સ્મિથ

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચૂંટણી જીતવા માટે પોતાની તમામ શક્તિ કામે લગાવી દીધી છે. એટલું જ નહીં ઇમરાન ખાને ચૂંટણી જીતવા માટે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પૌત્ર પર પણ નિશાન સાધ્યું હતું. ઇમરાન ખાનના આ નિવેદન પછી નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ શરીફે પાકિસ્તાની વડા પ્રધાન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. ઇમરાન ખાનની પૂર્વ પત્ની જેમિમા ગોલ્ડ સ્મિથ પણ મરિયમની આ પ્રતિક્રિયાથી સ્તબ્ધ થઈ ગઈ હતી.

પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, થોડા દિવસો પહેલા, પીઓકેમાં એક ચૂંટણી રેલી દરમિયાન ઇમરાન ખાને મરિયમ નવાઝના પુત્ર જુનૈદ સફદરને પોલો રમવા બદલ ટકોર કરતી ટિપ્પણી કરી હતી. જેને બ્રિટનમાં ‘ધનિકની રમત’ કહેવામાં આવે છે તે પોલોની રમ જોવાના નવાઝ શરીફની તસવીરનો ઉલ્લેખ કરતાં ઇમરાન ખાને કહ્યું, “ગરીબ માણસ જેલમાં જાય છે અને શક્તિશાળી માણસ (નવાઝ શરીફ) ને એનઆરઓ મળે છે જેથી તે તેના પૌત્રની પોલો મેચ જોવા વિદેશ જઈ શકે.”

મરિયમ નવાઝ શરીફનો ઇમરાન ઉપર પલટવાર

PM ઇમરાન ખાનએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘સામાન્ય માણસ પોલો રમી શકતો નથી, તે રાજાઓની રમત છે. ઘોડો રાખવા અને પોલો રમવા માટે તમારે ઘણા પૈસાની જરૂર છે. તો મને કહો કે તમારા પૌત્રને આટલા પૈસા ક્યાંથી મળ્યા. આ જાહેર નાણાં છે. પીઓકેમાં ઇમરાન ખાનની પાર્ટીમાં સ્પર્ધા આપી રહેલ મરિયમ નવાઝ શરીફે ઈમરાન ખાનના આ નિવેદન પર જોરદાર પ્રતિક્રિયા આપી હતી. મરિયમે કહ્યું, “મારો પુત્ર જુનૈદ કેમ્બ્રિજ યુનિવર્સિટીની પોલો ટીમનો કેપ્ટન છે અને તે પાકિસ્તાનનું સન્માન છે. તે ગોલ્ડસ્મિથ નહીં પણ નવાઝ શરીફનો પૌત્ર છે. જુનેદને યહૂદીઓની ગોદમાં ઉછેરવામાં નથી આવ્યો. (જેમિમા ગોલ્ડ સ્મિથ ઇમરાન ખાનની પૂર્વ પત્ની )

મરિયમે કહ્યું કે તે આ ચૂંટણીમાં બાળકોને લાવવા માંગતી નથી પરંતુ ઇમરાન ખાનના નિવેદન બાદ તેણે યોગ્ય જવાબ આપવો પડ્યો. મરિયમના આ નિવેદન પછી ઇમરાન ખાનની પૂર્વ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે પણ આખા વિવાદમાં ઝંપલાવ્યું હતું. જેમીમાએ કહ્યું, ‘મરિયમ નવાઝે જણાવ્યું છે કે મારા બાળકોને યહૂદીઓના ખોળામાં ઉછેરવામાં આવી રહ્યા છે. આ જ કારણોસર મેં 2004 માં પાકિસ્તાન છોડી દીધું હતું. મેં લગભગ એક દાયકા સુધી મીડિયા અને રાજકારણીઓના યહૂદી વિરોધી વલણનો સામનો કર્યો હતો. આમાં દર અઠવાડિયે મારા ઘરની બહાર મોતની ધમકીઓ અને દેખાવો શામેલ છે. પણ તે હજી ચાલુ છે. ‘

 

 

મરિયમ નવાઝે જેમીમાને પણ ચોબી પછડાટ આપતા કહ્યું

જેમીમાના નિવેદન બાદ મરિયમએ પણ ટ્વીટ કરીને તેનો જવાબ આપ્યો હતો. મરિયમે કહ્યું, ‘મને તમારા કે તમારા બાળકોમાં અથવા તમારા અંગત જીવનમાં કોઈ રસ નથી કારણ કે મારી પાસે વધુ સારી બાબતો છે. પરંતુ જો તમારા પૂર્વ પતિ ઇમરાન ખાન મારા પરિવારને ચૂંટણીમાં ખેંચે છે, તો બીજાને જવાબ આપવો પડશે. તમારે ફક્ત તમારા પૂર્વ પતિને દોષી ઠેરવવો જોઈએ. ‘ આ સમગ્ર વિવાદમાં હવે મરિયમની પીએમએલ અને ઇમરાનની પાર્ટી પીટીઆઈ વચ્ચે એક ટ્વીટ વોર શરૂ થઈ ગઈ છે.