diseases in the state/ આંધ્રપ્રદેશમાં દેખાયો રહસ્યમય રોગ, ઇલુરૂમાંમાં એક રાતમાં 140 દર્દીઓ હોસ્પિટલાઇઝ

વિશ્વ સહિત ભારતમાં પણ લોકો કોરોના મહામારી સામે લડી રહ્યા છે ત્યારે આંધ્રપ્રદેશના ઇલુરુ શહેરમાં એક રહસ્યમય રોગ ફેલાતો જોવા મળે છે. અહીં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Top Stories India
ap આંધ્રપ્રદેશમાં દેખાયો રહસ્યમય રોગ, ઇલુરૂમાંમાં એક રાતમાં 140 દર્દીઓ હોસ્પિટલાઇઝ

વિશ્વ સહિત ભારતમાં પણ લોકો કોરોના મહામારી સામે લડી રહ્યા છે ત્યારે આંધ્રપ્રદેશના ઇલુરુ શહેરમાં એક રહસ્યમય રોગ ફેલાતો જોવા મળે છે. અહીં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત રાતથી આજ સવાર સુધી દાખલ અને રજા આપતા દર્દીઓની સંખ્યા 140 પર પહોંચી ગઈ છે. આ માહિતી ઇલુરૂની સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. મોહન દ્વારા પ્રાપ્ત થઇ છે.ખાસ વાત એ છે કે દર્દીઓની સંખ્યામાં વધારા પાછળના કારણો પણ ડોકટરો સમજાવી શકતા નથી. શનિવારે પણ, ઇલુરુ શહેરમાં શનિવારે વર્ટીગો અને ઉબકાના લક્ષણો પછી બાળકો સહિત કુલ 18 લોકો અચાનક બેભાન  થઈ ગયા હતા.

Andhra Pradesh mystery disease eluru hospital 100 patients sick what we know so far | India News – India TV

RTO: વાહન માલિકો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકારે ટ્રાફિક દંડનો ન…

જો કે, માંદગીની થોડી મિનિટો પછી, તે બધા સામાન્ય થઈ ગયા. વન-ટાઉન વિસ્તારમાં બનેલી આ અચાનક ઘટના બાદ કેટલાક રહસ્યમય રોગ ફેલાવાને કારણે લોકોમાં ખળભળાટ મચી ગયો હતો.હોસ્પિટલની મુલાકાતે આવેલા નાયબ મુખ્ય પ્રધાન (આરોગ્ય) એકે શ્રીનિવાસે સ્પષ્ટ કરી દીધું હતું કે અહીં બધું સામાન્ય છે અને ગભરાવાની જરૂર નથી. શ્રીનિવાસે જણાવ્યું હતું કે લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ માટે મોકલવામાં આવ્યા છે જેથી રોગના કારણની જાણકારી મળી શકે. પશ્ચિમ ગોદાવરીના સંયુક્ત કલેક્ટર હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે પીડિતોનું સીટી સ્કેન પણ થઈ ગયું છે અને બધું સામાન્ય મળી આવ્યું છે. તેમણે કહ્યું કે તે વાયરલ ઇન્ફેક્શનનો કેસ હોઈ શકે છે.

Eluru Illness: Mysterious Ailment Kills One in Andhra Pradesh; Over 300 Hospitalised in Eluru Town | The Weather Channel - Articles from The Weather Channel | weather.com

RELLY: ખેડૂતોના સમર્થનમાં આપ દ્વારા સમગ્ર ગુજરાતમાં રેલીનું આયોજન…

રાજ્યના નાયબ સીએમ શ્રીનિવાસે રવિવારે કહ્યું હતું કે પશ્ચિમ ગોદાવરીના ઇલુરુની સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, જ્યાં દર્દીઓને ચક્કર અને વાઈની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે દર્દીઓને સંપૂર્ણ તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે અને બધા સંપૂર્ણ સુરક્ષિત છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…