J&K/ પુંછમાં હિંદુઓ અને શીખોને ધમકી આપતા પોસ્ટરો લાગ્યા, અહીથી ચાલ્યા જાઓ, નહીં તો…

તાત્કાલિક પુંછ વિસ્તાર છોડી દેવા ધમકી આપાઇ, પુંછ નહીં છોડો તો મોટી કિંમત ચૂકવવી પડશે

Top Stories India
mystery posters threatening Hindus Sikhs in Poonch પુંછમાં હિંદુઓ અને શીખોને ધમકી આપતા પોસ્ટરો લાગ્યા, અહીથી ચાલ્યા જાઓ, નહીં તો…

જમ્મુ-કાશ્મીરના પુંછમાં હિંદૂ-શીખને ધમકી આપતા પોસ્ટરો લાગ્યા
પોસ્ટરમાં હિંદૂ-શીખને ધમકી આપતા ઉર્દૂમાં મેસેજ લખાયા
તાત્કાલિક પુંછ વિસ્તાર છોડી દેવા ધમકી આપાઇ
પુંછ નહીં છોડો તો મોટી કિંમત ચૂકવવી પડશે

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં હિંદુઓ અને શીખ વિરૂધ નફરત ભરેલા પોસ્ટર લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. પોસ્ટરમાં હિંદુ અને શીખ પરીવારોને ઘર છોડી ચાલ્યા જવાની ધમકી આપવામાં આવી છે.

પાકિસ્તાનની સરહદથી નજીક આવેલા પુંછ જિલ્લાના દેવગાર સેક્ટરમાં શનિવાર સાંજે હિંદુ અને શીખોના ઘરની બહાર ઉર્દૂમાં લખેલા પોસ્ટર લાગ્યા હતા. આ પોસ્ટરમાં લખ્યું હતું કે તમામ હિંદુ અને સરદાર બિરાદરી (શીખ)ને ચેતવવામાં આવે છે કે ટૂંક સમયમાં આ વિસ્તાર છોડી દો. નહીતર મોટી કિંમત ચુકવવી પડશે.

जम्मू कश्मीर पुंछ धमकी

પુંછ પોલીસને આ ઘટનાની જાણ થતાં એસએસઓ સુરક્ષા દળો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સરપંચની હાજરીમાં પોસ્ટર કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

ચાલું વર્ષે એપ્રિલમાં આતંકવાદી સંગઠન પીપુલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રંટ (PAFF) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી મોટા હુમલાની ધમકી આપી હતી. પોસ્ટમાં જમ્મુ અને કાશ્મીર ઉપરાંત દિલ્હીમાં આતંકવાદી હુમલો કરવાની ધમકી આપી હતી. પોસ્ટમાં આગળ જમ્મુ અને કાશ્મીરમાં રહેલા માટે ઇચ્છુક લોકોને વિદેશી ખપાવી રસ્તા પર કત્લેઆમ કરવની ધમકી આપી હતી.

પીપુલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રંટ જૈશ-એ-મોહમ્મદનું સમર્થિત સંગઠન છે. આર્ટિકલ 370 હટ્યા બાદ પીપુલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રંટ જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી આઉટફિટ તરીકે ઉભરી આવ્યું હતું. પીપુલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રંટ સેના અને સરકારને અનેકવાર ધમકી આપી ચુક્યું છે.

આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ અને શીખ પરિવારોને સતત નિશાન બનાવવામાં આવ્યા છે. 1 અને 2 જાન્યુઆરી 2023 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના ડાંગરી ગામમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ પરિવારોને નિશાન બનાવીને 7 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી.

આ આતંકી હુમલામાં નાના બાળકો પણ બચ્યા ન હતા. આ ઈસ્લામિક આતંકવાદી હુમલામાં બાળકો IED બ્લાસ્ટથી માર્યા ગયા હતા. હુમલાના જવાબમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 પુંછમાં હિંદુઓ અને શીખોને ધમકી આપતા પોસ્ટરો લાગ્યા, અહીથી ચાલ્યા જાઓ, નહીં તો…


આ પણ વાંચો: ‘હિટમેન’ રોહિત શર્માએ પાકિસ્તાન સામે કેવી રીતે ફટકારી લાંબી સિક્સ? જુઓ વીડિયો
આ પણ વાંચો: નકલી ઓફિસરોએ ઘરમાં ઘૂસીને 3 કરોડની લૂંટ ચલાવી!
આ પણ વાંચો: અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા અને પહોંચ્યો પોલીસ પાસે…