Not Set/ નડાલ, સેરેનાએ યુએસ ઓપન ટુર્નામેન્ટનાં ક્વૉર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન કર્યું સુનિશ્ચિત

  સ્પેનનાં ટોપ રેટેડ ટેનિસ પ્લેયર રાફેલ નડાલ અને પૂર્વ નંબર એક એમેરિકાની સેરેના વિલિયમ્સે યુએસ ઓપન્સનાં ટેનિસ ટુર્નામેન્ટમાં ચોથા તબક્કામાં પોતપોતના સંઘર્ષભર્યા મેચ બાદ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. નાદાલે જોર્જિયાનાં નિકોલોઝ બાસીલાસિવિલને ચાર સેટ સુધી ચાલેલા મેચમાં 6-3, 6-3, 6-7, અને 6-4 થી હરાવ્યો હતો. વિશ્વના ક્રમાંક એક ખેલાડી રાફેલનાં શરૂઆતનાં બંને સેટમાં […]

Sports
નડાલ, સેરેનાએ યુએસ ઓપન ટુર્નામેન્ટનાં ક્વૉર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન કર્યું સુનિશ્ચિત

 

સ્પેનનાં ટોપ રેટેડ ટેનિસ પ્લેયર રાફેલ નડાલ અને પૂર્વ નંબર એક એમેરિકાની સેરેના વિલિયમ્સે યુએસ ઓપન્સનાં ટેનિસ ટુર્નામેન્ટમાં ચોથા તબક્કામાં પોતપોતના સંઘર્ષભર્યા મેચ બાદ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.

નડાલ, સેરેનાએ યુએસ ઓપન ટુર્નામેન્ટનાં ક્વૉર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન કર્યું સુનિશ્ચિત
Nadal and Serena

નાદાલે જોર્જિયાનાં નિકોલોઝ બાસીલાસિવિલને ચાર સેટ સુધી ચાલેલા મેચમાં 6-3, 6-3, 6-7, અને 6-4 થી હરાવ્યો હતો. વિશ્વના ક્રમાંક એક ખેલાડી રાફેલનાં શરૂઆતનાં બંને સેટમાં વિજય મેળવી પોતાની જીત સુનિશ્ચિત કરી લીધી હતી. પરંતુ નિકોલાઝ ત્રીજો મેચ જીતી મેચને કુલ ચાર સેટ સુધી લંબાવ્યો હતો.

યુએસ ઓપન ચેમ્પિયન સ્પેનિશ ખેલાડીએ મેચ પોઈન્ટમાં સાત એસ લગાવ્યા હતા અને 3 કલાક 20 મિનિટમાં મેચ જીતી લીધો હતો. નડાલને સતત ચાર સેટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. ટોપ રેટેડ ખેલાડી હવે પોતાના આગામી મેચમાં ડોમનિક થીએમ વિરુદ્ધ રમશે. આ બંને ખેલાડીઓ જૂનમાં ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં પણ સામસામે મેચ રમ્યા હતા. જ્યાં નડાલે મેચ જીતીને પોતાની કારકિર્દીનો 17 મોં ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો.

થીએમે પુરુષ એકલ મેચનાં ચોથા રાઉન્ડનાં મેચમાં 2017 નાં મેચમાં યુએસ ઓપન ઉપવિજેતા કેવિન એન્ડરસનને સતત બે સેટમાં હરાવ્યો હતો. ત્યાં જ એક બીજા મુકાબલામાં અમેરિકાનાં જોન ઇસ્નરે પાંચ સેટનાં મેરેથોન મેચમાં કેનાડાનાં મીલોસ રાઓનિકને 3-6, 6-3, 6-4, 3-6, અને 6-2 થી હરાવીને બીજી વાર ગ્રાન્ડ સ્લેમનાં ક્વાટરમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું.

11 માં સિડ અમેરિકી ખેલાડીએ મેચમાં 56 વિનર્સ અને 20 એસ લગાવ્યા હતા. ઇસનારે બીજા રાઉન્ડમાં પણ પાંચ સેટ સુધી સંઘર્ષ કર્યો હતો અને ચોથા રાઉન્ડમાં પણ 3 કલાક 26 મિનિટમાં જીત પોતાને નામે કરી હતી. હવે તેઓ આગલા રાઉન્ડમાં ક્રોએશિયાનાં બોરના કોરીચ વિરુદ્ધ રમશે જેણે ત્રીજા સીડ જુઆન માર્ટિન ડેલો પૌત્રોને હરાવ્યો હતો.