Not Set/ નડિયાદ/ કાર પલટી જતા ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત, બે યુવકો સારવાર હેઠળ

રાજ્યમાં વાહન અકસ્માત અને બેકાબુ અને બિનદાસ્ત રીતે કરવામાં આવતા ડ્રાઇવીંગનાં કારણે હરરોજ કોઇને કોઇનો ભોગ લેવાતો રહે છે. લોકો તમામ બાદ પાતોનાં પર આવે ત્યારે ભૂલી જતા હોય છે. અને કાયદા નિયમની ઐંસી તૈંસી કરી પોતાની મનમરજી પ્રમાણે વર્તતા હોય ચે. સુશિક્ષીત અને વ્યવસ્તિત ગણવામાં આવતા ગુજરાતનાં લોકોમાં પણ કાયદાનું પાલન તો જ કરવામાં […]

Gujarat Others
nadia accident નડિયાદ/ કાર પલટી જતા ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત, બે યુવકો સારવાર હેઠળ

રાજ્યમાં વાહન અકસ્માત અને બેકાબુ અને બિનદાસ્ત રીતે કરવામાં આવતા ડ્રાઇવીંગનાં કારણે હરરોજ કોઇને કોઇનો ભોગ લેવાતો રહે છે. લોકો તમામ બાદ પાતોનાં પર આવે ત્યારે ભૂલી જતા હોય છે. અને કાયદા નિયમની ઐંસી તૈંસી કરી પોતાની મનમરજી પ્રમાણે વર્તતા હોય ચે. સુશિક્ષીત અને વ્યવસ્તિત ગણવામાં આવતા ગુજરાતનાં લોકોમાં પણ કાયદાનું પાલન તો જ કરવામાં આવે છે જ્યારે તમને કોઇ પકડનારુ હોય, જો પોલીસ ન હોય તો ટ્રાફિક નિયમોનું પાલન લોકો કરતા નથી, ચોરી ન કરવી જોઇએ તે ખરાબ આદત કે કુટેવ છે એવું નહીં..ચોરી ન કરવી જોઇએ કારણ કે પોલીસ પકડીલે છે….તેવી વિચીત્ર ગ્રંથી લોકોમાં ઘર કરી ગઇ છે. સ્વશિસ્ત ઘણા અને આમ જોવા જઇએ તે મહદ અંશે બહુ ઓછુ જોવા મળે છે. જોવા મળતું હોત તો વાતે વાતે લોકોને પોલીસને અને કાયદાને કોષવાની કોઇ જરૂરીયાત જ ન રહેત. આવા જ અનુસંગીક બનાવમાં ફરી ખેડા જીલ્લામાં એક યુવકનો ભોગ લેવાણો છે.

ખેડા જિલ્લાના નડિયાદનાં વસો રોડ પર અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નિપજ્યું છે. મધરાતે કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો અન્ય બે યુવકોને સુરક્ષિત બહાર કઢાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.