Not Set/ નડિયાદમાં જર્જરીત ફલેટ ધરાશાયી, 4 લોકોનાં મોત, વધુ લોકો ફસાયેલી આશંકા

નડીયાદમાં ભારે વરસાદનાં પગલે ગોઝારી દુર્ટના ઘટી છે. નડીયાદ કઠલાલ રોડ પર આવેલા મંજીપૂરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની એક બિલ્ડિંગની હાલત જર્જરીત સ્થિતિમાં હોવાનાં કારણે, ભારે વરસાદનાં પગલે જર્જરીત બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ જવા પામી હતી. માહિતી અનુસાર આ બિલ્ડિંગમાં 15 થી વધુ લોકો રહેતા હતા. આ જોતા મોટા પ્રમાણમાં જાનમાલની ખુવારી સર્જાઇ છે. દુર્ઘટનામાં 4 […]

Top Stories Gujarat Others
NAADIAD નડિયાદમાં જર્જરીત ફલેટ ધરાશાયી, 4 લોકોનાં મોત, વધુ લોકો ફસાયેલી આશંકા

નડીયાદમાં ભારે વરસાદનાં પગલે ગોઝારી દુર્ટના ઘટી છે. નડીયાદ કઠલાલ રોડ પર આવેલા મંજીપૂરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની એક બિલ્ડિંગની હાલત જર્જરીત સ્થિતિમાં હોવાનાં કારણે, ભારે વરસાદનાં પગલે જર્જરીત બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ જવા પામી હતી. માહિતી અનુસાર આ બિલ્ડિંગમાં 15 થી વધુ લોકો રહેતા હતા. આ જોતા મોટા પ્રમાણમાં જાનમાલની ખુવારી સર્જાઇ છે.

દુર્ઘટનામાં 4 લોકોનાં મોત, 5 લોકો ગંભીર રીતે ઘાયલ

NDA નડિયાદમાં જર્જરીત ફલેટ ધરાશાયી, 4 લોકોનાં મોત, વધુ લોકો ફસાયેલી આશંકા

નડિયાદ પ્રીતમનગર એપાર્ટમેન્ટની આ ગોઝારી દુર્ઘટનામાં પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 9 લોકો દટાય ગયા હતા. દટાયેલા તમામ લોકોને બચાવ અને રાહત ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામા આવ્યા હતા. જો કે, આ ગોઝારી દુર્ઘટનામાં 4 લોકોનાં દટાઇ જવાથી કમકમાટી ભર્યા મોત થયા છે. તો  5 લોકો ગંભીર રીતે ઘવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. હાલ પણ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘયલોને સારવાર અર્થે હોસ્પીટલાઇઝ કરવાની તમામ વ્યાવસ્થા તંત્ર દ્વારા કરી રાખવામા આવી છે. ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ અને ઇમર્જન્સી મેડીકલ ટીમ પણ હાજર છે.

NDA.PNG3 નડિયાદમાં જર્જરીત ફલેટ ધરાશાયી, 4 લોકોનાં મોત, વધુ લોકો ફસાયેલી આશંકા

આ પ્રમાણે છે  ઘાયલ અને મૃતકોની યાદી

ઘાયલ વ્યક્તિઓ : 5
(1) પૂર્ણિમાબેન ડબલ્યુ / ઓ રાજેશભાઇ દરજી, ઉમર – 60
(2) મીનાક્ષીબેન ડબલ્યુ / ઓ રજનીભાઇ પરમાર, ઉમર – 40
()) રજનીભાઇ ગણેશભાઇ પરમાર, ઉમર – ૨
()) હિનાબેન કામરાનભાઇ અંસારી, ઉમર – 13
()) મોકમસિંહ પ્રહલાદસિંહ પંજાબી, ઉમર -85

મૃત વ્યક્તિઓ : 4
(1) કમરણભાઇ મહમદસમીમ અંસારી, ઉમર – 45
()) અલીના ડી / ઓ કામરાનભાઇ અંસારી, ઉમર  – પ્રાપ્ત નથી
()) પુનમબેન ડબલ્યુ / ઓ રાજેન્દ્રકુમાર સચદેવ, ઉંમર – 45
()) રાજેશ ભાઈ શંકર ભાઈ દરજી, ઉમર – 45

NDRF/SDRF, અમદાવાદ અને વડોદરા શહેરના ફાયર બ્રિગેડ કરી રહ્યા છે રેસ્ક્યુ

NDA.PNG4 નડિયાદમાં જર્જરીત ફલેટ ધરાશાયી, 4 લોકોનાં મોત, વધુ લોકો ફસાયેલી આશંકા

વર્ષો જુની અને જર્જરીત બિલ્ડીંગ અચાનક ધરાશાયી થતી  નડિયાદ પોલીસ ,આણંદ – અમદાવાદ – વડોદરા ફાયર વીભાગને અને SDRFની બે ટીમો સહિત NDRFને જાણ કરી દેવામાં આવી છે અને સ્થાનિકોની મદદથી દટાલેયા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવમાં આવી રહી છે. NDRF ની એક ટિમ અને નડિયાદ માં રહેલ SDRF ની બે ટિમો હાલ રેસ્ક્યુ ચાલવી રહ્યા છે અને જોડે ફાયર બ્રિગેડ ની ટિમો હાલ આ રેસ્ક્યુ ચાલુ છે

સ્થાનિક લોકો સહિત વિધાનસભાનાં મુખ્ય દંડક પણ ઘટના સ્થળે દોડી આવ્યા

NDA.PNG2 નડિયાદમાં જર્જરીત ફલેટ ધરાશાયી, 4 લોકોનાં મોત, વધુ લોકો ફસાયેલી આશંકા

12 માળની આ બિલ્ડિંગ 20 વર્ષ જૂની હતી અને તેની હાલત જર્જરીત થઈ હોવાથી રાતના સમયે આ ઘટના બની હતી. જેને લઈને સ્થાનિકો અને નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની જાણ નડિયાદનાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાનાં મુખ્ય દંડક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તાત્કાલિક આ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે તે માટે તેઓ અમદાવાદ અને વડોદરા શહેરના ફાયર બ્રિગેડની ટિમોને નડિયાદ બોલાવી લેવામાં આવી હતી. રાતથી જ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.