Video/ સીએમ ઓફિસની બહાર બદલાઈ ‘નેમ પ્લેટ’, વીડિયો આવ્યો સામે:તમે પણ જુઓ

સિદ્ધારમૈયાએ સીએમ અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.

Top Stories India
નેમ પ્લેટ

કર્ણાટકની નવી ચૂંટાયેલી સરકારની શપથવિધિ પૂર્ણ થઈ ગઈ છે. સિદ્ધારમૈયાએ સીએમ અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. ઉપરાંત ડો જી પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ, એમબી પાટીલ, સતીશ જરકીહોલી, પ્રિયંક ખડગે, રામલિંગા રેડ્ડી અને બીઝેડ ઝમીર અહેમદ ખાને મંત્રી તરીકે શપથ લીધા.

સિદ્ધારમૈયાના સીએમ તરીકે શપથ લેતાંની સાથે જ ‘વિધાનસભા’માં સીએમ ઓફિસની બહારની નેમ પ્લેટ બદલી દેવામાં આવી હતી અને સિદ્ધારમૈયાના નામની નેમ પ્લેટ લગાવવામાં આવી હતી. આ નેમ પ્લેટ લગાવવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

રાહુલે જનતાનો માન્યો હતો આભાર

શપથ ગ્રહણ પ્રસંગે રાહુલે જનતાનો આભાર માન્યો અને કહ્યું કે અમે યાત્રા દરમિયાન કહ્યું હતું કે નફરત દૂર થશે અને પ્રેમની જીત થશે. કર્ણાટકમાં નફરતના બજારમાં લાખો પ્રેમની દુકાનો ખુલી છે. અમે ખોટા વચનો આપતા નથી પરંતુ અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. કર્ણાટકની જનતાએ કોંગ્રેસને જે તાકાત આપી છે તેને આપણે ભૂલી શકતા નથી. અમે તમારા માટે કામ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. આ સરકાર તમારી છે.

આ પણ વાંચો:સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી નહીં આપશે સોનિયા ગાંધી, સામે આવ્યું આ કારણ

આ પણ વાંચો:આર્યનની ધરપકડ બાદ શાહરૂખ અને સમીર વાનખેડે વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ આવી સામે

આ પણ વાંચો:પ્રેમિકાની હત્યા બાદ અનુજે માતા-પિતાની માગી માફી, કહ્યું- તે તમારી દીકરી બનવા યોગ્ય નથી

આ પણ વાંચો:બ્રિજભૂષણ વિવાદ,ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા સચિન પાયલટ

આ પણ વાંચો:બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ફટકારાયો દંડ, વાંચો કોણે અને શા માટે કર્યો દંડ