Not Set/ રાજકોટમાં વધુ એક સગીરાને હવસનો શિકાર બનાવતો નરાધમ

રંગીલા રાજકોટને યુવતીઓ માટે સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે. જોકે સુરક્ષિત શહેરમાં જ સ્ત્રીનો ભરોસો પ્રાપ્ત કરી તેને શિકાર બનાવવાની ઘટનાઓ ધીરે ધીરે વધવા લાગી છે.

Gujarat Rajkot
1 66 રાજકોટમાં વધુ એક સગીરાને હવસનો શિકાર બનાવતો નરાધમ

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

દેશમાં રોજ દુષ્કર્મનાં કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે મહિલાઓ માટે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાતમાં પણ આ પ્રકારની ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. રાજકોટમાંથી આવા જ કઇંક સમાચાર સામે આવી રહ્યા છે.

મહારાષ્ટ્ર / મુંબઈમાં લોકડાઉનનો ડર એકવાર ફરી પ્રવાસી મજૂરોમાં મળ્યો જોવા, પરત ફરી રહ્યા છે ઘરે

જણાવી દઇએ કે, રંગીલા રાજકોટને યુવતીઓ માટે સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે. જો કે સુરક્ષિત શહેરમાં જ સ્ત્રીનો ભરોસો પ્રાપ્ત કરી તેને શિકાર બનાવવાની ઘટનાઓ ધીરે ધીરે વધવા લાગી છે. આવી જ એક ઘટનામાં એક સગીરા એક હવસખોરનો શિકાર બની છે. શહેરનાં તાલુકા પોલીસ મથકમાં ભોગ બનનારી સગીરા પોતે ફરિયાદી બની છે અને તેને જ પોતાના ઉપર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ: “ડર છે કે તે અમારો જીવ લઈ લેશે”, ન્યૂઝીલેન્ડ PR પુત્રવધુનાં ત્રાસથી સ્ટ્રેસમાં આવેલા સસરાનું મોત

ભોગ બનનાર સગીરાની આપવીતી મુજબ આંખ ની ઓળખાણ ધરાવતા હરેશ સોલંકીએ તેણીને ફસાવીને આવાસ યોજનાનાં ક્વાર્ટમાં લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે. સગીરાનાં જણાવ્યા મુજમ નારાધમે હવસ સંતોષીને તેણીને ધમકીઓ પણ આપી હતી. હાલ આ મામલે તાલુકા પોલીસે હરેશ સોલંકી નામનાં શખ્સ સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ સહિતની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ