Not Set/ રાજકારણમાં ‘સોશ્યિલ એન્જીનિયરીંગ’ ના ‘શહેનશાહ’ નરેન્દ્ર મોદી

રાજકારણના દિગ્ગજો પણ મોદીને માને છે કારણ કે તેમના ગણિતમાં ભૂલ પડવી એટલે એમ સમજો કે સુરજનું બીજી દિશામાંથી નિકળવું.

Gujarat Mantavya Exclusive
shahensha રાજકારણમાં ‘સોશ્યિલ એન્જીનિયરીંગ’ ના ‘શહેનશાહ’ નરેન્દ્ર મોદી

ગુજરાતના મંત્રીમંડળમાં જે નવા નેતાઓને સ્થાન મળ્યુ છે તેનાથી એમ સમજો કે રાજકીય પંડિતો પણ અચંબામાં પડી ગયા છે. પણ તેનું પ્લાનિંગ તો ત્રણ મહિના પહેલાં જ ગોઠવાઇ ગયુ હતું. એકાએક થયેલા ફેરફારો અને તે પણ ચોક્કસ ગણિત સાથે તેનું સ્પષ્ટ ઉદાહરણ છે. ચોક્કસ એટલા માટે કારણ કે જો તમે નવા મંત્રીમંડળની છણાવટને ધ્યાનથી સમજશો તો ખબર પડશે કે તેમાં સમાજના કોઇ પણ વર્ગની નારાજગીનો કોઇ સવાલ જ નથી. પરફેક્ટ જાતિ આધારિત ગણતરી કરીને તમામ ચોકઠા ગોઠવાયા છે. અને આજ સોશ્યિલ એન્જીનિયરીંગની કૂનેહ માટે જાણીતા છે નરેન્દ્ર મોદી. જેઓ રાજકારણની તમામ દુખતી નસને બરાબર સારી રીતે જાણે છે.

                              sahensah 2 રાજકારણમાં ‘સોશ્યિલ એન્જીનિયરીંગ’ ના ‘શહેનશાહ’ નરેન્દ્ર મોદી   ગુજરાતના રાજકારણમાં પરિવર્તનનો જે પવન ફૂંકાયો તેમાં લગભગ તમામ જાતિઓને સાચવી લેવામાં આવી. તેમાંય નવી સરકારની રચના પછી સ્પીકર પદે નીમાબેન આચાર્યને ગોઠવીને લોહાણા સમાજનું પણ ધ્યાન રખાયું. તો મંગુભાઇને નવી કેબિનેટના વિસ્તરણની પુર્વ સંધ્યાએ મધ્યપ્રદેશના ગર્વનર બનાવીને આદિવાસી બેલ્ટને પણ શુભ સંદેશો મોકલાયો. આજ સુચવે છે કે નરેન્દ્ર મોદી કેટલા એડવાન્સ ચાલે છે.

  જો કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના રાજકારણમાં અને હવે દેશના રાજકારણમાં નરેન્દ્ર મોદીના સોશ્યિલ એન્જીનિયરીંગની ઝલક અવાર નવાર જોવા મળી છે. રાજકારણના દિગ્ગજો પણ તેમાં મોદીને માને છે કારણ કે તેમના ગણિતમાં ભૂલ પડવી એટલે એમ સમજો કે સુરજનું બીજી દિશામાંથી નિકળવું. હાલમાં ગુજરાતમાં જ થયેલા ફેરફારોને જોઇલો. સોશ્યિલ એન્જીનિયરીંગનું આ બેસ્ટ ઉદાહરણ છે.

કેન્દ્રમાં પણ માસ્ટરસ્ટ્રોક
ગુજરાતમાં ઘણા સમયથી પાટીદાર સમાજની નારાજગી હતી. અને માંગ પણ થઇ રહી હતી કે પાટીદાર મુખ્યમંત્રી બને તે પુરી કરીને ચૂંટણી પહેલાં ગુજરાતની એક મોટી વોટબેંક પર પકડ જમાવી લીધી. તેની સાથે ગુજરાતના નવા ૨પ મંત્રીઓમાં આઠ પાટીદારનો સમાવેશ કરીને એક મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો. તે પહેલાં કેન્દ્રની સરકારમાં પણ કડવા અને લેઉવા બંને પાટીદારોને સમાવીને સમીકરણ ગોઠવ્યું. જેમાં મનસુખ માંડવિયા લેઉવા પાટીદાર આગેવાન છે અને પુરૂષોત્તમ રૂપાલા કડવા. મોદીએ એક કાંકરે બે નિશાન કરી લીધા.

               sahensah 1 રાજકારણમાં ‘સોશ્યિલ એન્જીનિયરીંગ’ ના ‘શહેનશાહ’ નરેન્દ્ર મોદી    મોટેભાગે ગુજરાતમાં પાટીદાર સમાજ દરેક ખુણામાં વિસ્તરેલો છે. અને ચૂંટણીઓમાં તે મહત્વનું પાસુ પણ ગણાય છે. તે પછી આવે છે કોળી સમાજ. તેનું વર્ચસ્વ પણ ચૂંટણીમાં ઘણી અસર કરે છે. તેને સાચવવા કેન્દ્રમાં મહેન્દ્ર મુંજપરાને ગોઠવવામાં આવ્યા. તો ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને સમાવીને ઠાકોર સમાજને પણ મોદીએ ખુશ કરી દીધો. ગુજરાતમાં સમાજના અન્ય વર્ગો પણ વિસ્તાર પ્રમાણે પ્રભૂત્વ ધરાવે છે. આ બધાને આ વખતના મંત્રીમંડળમાં એક સાથે એક હરોળમાં સાચવવા તે કોઇ નાની સુની વાત તો નથી. પણ આ માસ્ટરીમાં નરેન્દ્ર મોદીને કોઇ પહોચી વળે તેમ નથી.

sahensah 3 રાજકારણમાં ‘સોશ્યિલ એન્જીનિયરીંગ’ ના ‘શહેનશાહ’ નરેન્દ્ર મોદી

ગુજરાતનું ગણિત સમજો
તો ગુજરાતના મંત્રીમંડળનું ગણિત પણ સમજી લો. જેમાં આઠ પટેલ, બે ક્ષત્રિય, છ ઓબીસી, બે એસસી, ત્રણ એસ.ટી. એક જૈન, અને બે બ્રાહ્મણનો સમાવેશ કરીને તમામ વર્ગને સાચવી લેવામાં આવ્યો છે. આખા મંત્રીમંડળમાં ન માત્ર જાતિ પણ વિસ્તારને ધ્યાનમાં રાખીને બહૂમતિ ધરાવતા વર્ગને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. જેમ કે ઉત્તર ગુજરાતના નવા ત્રણ મંત્રીઓમાં એક પટેલ, એક ઓબીસી અને એક ક્ષત્રિયનો સમાવેશ કરાયો છે. તેવી જ રીતે દક્ષિણ ગુજરાતના સાત મંત્રીઓમાંથી બે એસ.ટી., ત્રણ પટેલ, એક જૈન અને એક બ્રાહ્મણનો સમાવેશ કરાયો છે. જ્યારે સૌરાષ્ટ્રના આઠ મંત્રીઓમાંથી પાંચ પટેલ, બે કોળી પટેલ અને એક ક્ષત્રિયને સ્થાન આપ્યુ છે. તો મધ્ય ગુજરાતના સાત મંત્રી મંત્રીઓમાં બે એસ.ટી., બે ઓબીસી, એક એસ.સી. એક બ્રાહ્મણને સમાવી લેવામાં આવ્યા છે.

જાતિ ગણતરીનું પરફેક્ટ બેલેન્સ
ગુજરાતના તમામ વિસ્તારને આધારે અને જાતિ ગણતરીનું પરફેક્ટ બેલેન્સ જોવા મળી રહ્યુ છે. જેને મંત્રીમંડળમાં સમાવેશ કરી લેવાયો છે. તેની સાથે મોદીએ બાકી રહી જતાં રઘુવંશી એટલે કે લોહાણા સમાજને પણ ધ્યાનમાં રાખ્યો છે. નિમાબેન આચાર્યને સ્પિકર પદ આપીને મહિલા સશક્તિકરણની સાથે સમગ્ર સમાજને સાચવી લેવાયો છે. તો મંગુભાઇને ગર્વનર બનાવીને પણ મોદીએ માસ્ટ્રસ્ટ્રોક માર્યો છે. ગુજરાતમાં નવી કેબિનેટના વિસ્તરણની પુર્વ સંધ્યાએ મંગુભાઇને મધ્યપ્રદેશના ગર્વનર બનાવીને આદિવાસી સમાજને શુભ સંકત મોકલ્યો.

               ન માત્ર ગુજરાત પણ દેશના બીજા રાજ્યો એટલે ઉદાહરણ તરીકે તમે ઉત્તરપ્રદેશને જોઇ લો. જ્યાં જાતિનું સમીકરણ સાચવવા માટે બે ઉપમુખ્યમંત્રી બનાવાયા. એટલે કે કોઇ નારાજ પણ ન થાય અને પાર્ટીનું પણ સચવાઇ જાય. આવી ચોક્કસ જાતિની કોઠાસુઝ ઘણા રાજ્યોમાં પણ જોવા જ મળે છે. કુલ મળીને નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને આજે દેશના વડાપ્રધાન છે ત્યારે પણ ગુજરાત મોડલ આધારિત જાતિગત સમીકરણો ગોઠવવામાં માસ્ટરમાઇન્ડ જ નહી શહેનશાહ પણ છે.