Not Set/ અંતે પ.બંગાળમાં દિલીપ ઘોષને બલિનો બકરો બનાવાયા

ભાજપના પાયાને મજબૂત બનાવતા નેતાની પ્રમુખપદેથી હકાલપટ્ટી આસપાસ બંગાળનાં રાજકીય વર્તૂળોમાં ઉઠતા એક નહિ અનેક સવાલો

India Trending
ratna 11 અંતે પ.બંગાળમાં દિલીપ ઘોષને બલિનો બકરો બનાવાયા

પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર બેઠક સહિત ત્રણ બેઠકની પેટા ચૂંટણીનું પ્રચાર કાર્ય હવે અંતિમ તબક્કામાં પ્રવેશવાની તૈયારીમાં છે તેવે સમયે પશ્ર્ચિમ બંગાળ ભાજપમાં બધું સરખું ચાલતું નથી. પશ્ર્ચિમ બંગાળ ભાજપના લડાકુ પ્રમુખ દિલીપ ઘોષને એકાએક હટાવીને ત્યાં લોકસભાના સભ્ય એવા સુકાંત મજમુદારને બેસાડી દેવાયા છે. પશ્ચિમ બંગાળમાં દિલીપ ઘોષ સામે સુવેન્દુ અધિકારી સામે છે તેવો રોષ પણ નથી. તેમજ ૨૦૧૮ બાદ ભાજપને પશ્ચિમ બંગાળમાં મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર દિલીપ ઘોષને એકાએક કેમ હટાવી લેવાયા? પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી સમયે TMC ની તાકાત વધારવા માટે અમીત શાહ જેવીજ ભૂમિકા દિલીપ ઘોષની હતી. મમતા બેનરજીને જે નેતાઓ આંકડાકીય વિગતો સાથે પડકાર આપી રહ્યા હતા તેવા જે નેતાઓ ભાજપમાં છે તેમાં દિલીપ ઘોષનું નામ પહેલું લખી શકાય તેમ છે. ૨૦૨૧ની લોકસભા ચૂંટણીમાં ૨૦૦થી વધુ બેઠકો મેળવવાનમાં લક્ષ્યાંક સાથે મમતાને હટાવી સત્તા કબજે કરવા માટેનો જે વ્યૂહ ગોઠવાયો હતો તેમાં પણ દિલીપ ઘોષની ભૂમિકા હતી. ભલે બંગાળમાં ભાજપ સત્તાથી વંચિત રહ્યું પરંતુ તેની બેઠકોની સંખ્યા ત્રણમાંથી વધીને સીધી ૭૫ થઈ ગઈ છે. આ ૨૫ ગણો વધારો છે. ચૂંટણી બાદ આ સંખ્યા ઘટવા માંડી છે તે અલગ વાત છે. જો કે આ માટે તો ભાજપના મોટાભાગના આગેવાનો અને અન્ય વર્તૂળો કહે છે તે પ્રમાણે ખર જવાબદાર બંગાળ વિધાનસભા ભાજપના એટલે કે, વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી જવાબદાર છે.

jio next 5 અંતે પ.બંગાળમાં દિલીપ ઘોષને બલિનો બકરો બનાવાયા

બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પોતાની નંદીગ્રામ બેઠક માંડ માંડ જીતનાર અધિકારી આસપાસની એક પણ બેઠક ભાજપને જીતાડી શક્યા નથી. તેના ભાઈનાં સંસદીય મતવિસ્તારમાં ભાજપને માત્ર એક બેઠક મળી હતી. આમ છતાં મોદીના દરબારમાં ધાર્યુ તો અધિકારીનું કેમ થાય છે આ મુદ્દો બંગાળના ભાજપમાં તેમજ અખબારોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. રાજકીય વિશ્ર્લેષકો કહે છે કે બંગાળમાં જે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ ૪૦ રેલી, અમિત શાહે પચ્ચાસથી વધુ રેલી અને રોડ-શો કર્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ૩૦થી વધુ સભાઓ કરી ભાજપ ૨૦૦ બેઠક જીતે છે તેવી વાત ‘દીદી ઓ દીદી’ના નારા સાથે કહી હતી. જ્યારે અન્ય કેન્દ્રીય પ્રધાનોએ સંબોધેલી સભા અલગ. બંગાળના એક અખબારે તો દિલીપ ઘોષની વિદાય અંગે લંબાણ લેખ લખીને જણાવ્યું છે કે, મુદ્દત પૂરી થવાને હજી એક વર્ષની વાર છે ત્યારે તેમને રવાના કરવા માટે જો બંગાળની ચૂંટણીનાં પરિણામોનું કારણ અપાતું હોય તો ખરી રીતે પ્રચારની મુખ્ય કમાન તો મોદી શાહ અને નડ્ડાના હાથમાં હતી. ખરી રીતે તેમની જવાબદારી ફીકસ્ડ થવી જોઈએ. પક્ષ માટે આખી જિંદગી લોહી રેડનાર આગેવાનને હટાવવાથી શું ભાજપ પશ્ર્ચિમ બંગાળમાં મજબૂત બની શકવાનો છે ખરો? કેન્દ્ર બંગાળના પરાજય અંગે તો કેન્દ્રીય નેતાઓએ જવાબદારી સ્વીકારવાની જ‚રી છે. છેલ્લા છ તબક્કામાં અધિકારી આણી મંડળી ગમે તેવી વાહિયાત આક્ષેપબાજી સાથે પ્રચાર કરતી હતી, તો તેની જવાબદારી કેમ નહિ? સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી મમતા બેનરજી સામે લડી માત્ર ૧૯૦૦ મતે છેલ્લી ઘડીએ જીત્યા તે કેમ ભૂલ્યા? કેવી રીતે જીત્યા તે અધિકારી અને ભાજપના કેન્દ્રીય નેતાઓ અને ચૂંટણી પંચનાં અધિકારીઓ અને ભાજપના સોશ્યલ મિડિયા સેલનાં પ્રમુખ માલવીયા જ કરી શકે. કારણ કે મમતા દીદીના પરાજયનું ટ્વીટ સૌપ્રથમ માલવીયાએ કર્યુ હતું. ત્યારબાદ ચૂંટણી પંચે વિગતો જાહેર કરી હતી આ શું સૂચવે છે? મુકુલ રોય, બાબુલ સુપ્રિયો સહિતના જે કોઈ આગેવાનો ચૂંટણી પરિણામો બાદ ટીએમસી છોડી ગયા છે તેનું કારણ શું? વિરોધ પક્ષના નેતાનું પદ મળ્યા બાદ આ નેતાએ પોતાનો ‘પાવર’ જે રીતે બતાવવાનો શરૂ કર્યો તેના કારણે ટીએમસી છોડીને ભાજપમાં આવેલા આગેવાનો કંટાળી ગયા અને ઘર વાપસી શરૂ કરી છે. દિલીપ ઘોષ પક્ષને બચાવવાવાળા-ટકાવવા વાળા અને બંગાળના ગામડે-ગામડે ફરીને પક્ષને ટકાવનારા અને તેનો વ્યાપ વધારનારા નેતા હતા.

ratna 8 અંતે પ.બંગાળમાં દિલીપ ઘોષને બલિનો બકરો બનાવાયા
બંગાળમાં ૨૦૧૧ પહેલા ડાબેરીઓનું શાસન હતું ત્યારે પણ બંગાળમાં ભાજપનો પાયો નાખનારા નેતા દિલીપ ઘોષ હતા. પક્ષને મજબૂત બનાવવા તેમણે કોઈ કસર છોડી નથી. આયાતી આગેવાનોના જોરે સત્તા મેળવવાનો દાવો તો મોદી-શાહ અને નડ્ડાની ત્રિપુટી કરતી હતી. જાણે કે પશ્ચિમ બંગાળમાં પોતાની સત્તા એટલે કે ભાજપની સત્તા આવી ગઈ હોય તે પ્રકારનું વર્તન તો સુવેન્દુ અધિકારી અને તેના સાગરીતો કુટુંબીજનો કરતાં હતા પણ પરિણામ વિપરીત આવ્યું. પરિણામ બાદ TMC નો આયાતી માલ ભાજપ છોડીને TMC માં પરત જવા લાગ્યો. અધિકારી કે તેના સાથીઓ પૈકી કોઈએ મુકુલ રોય સહિતના આગેવાનોને અટકાવવાની જરા સરખી પણ કોશીષ કરી નથી તેવું બંગાળના અખબારોએ નોંધ્યું છે.

ratna 9 અંતે પ.બંગાળમાં દિલીપ ઘોષને બલિનો બકરો બનાવાયા
કોલકત્તામાંથી પ્રસિદ્ધ થતાં અખબારોએ ત્યાં સુધી લખ્યું છે કે ત્યાંના ગુજરાતી મતોના પૂરા ૩૦ ટકા મત પણ ભાજપને મળ્યા નથી. આ શું સૂચવે છે? આ બધી ભાજપની કેન્દ્રીય નેતાગીરીની કહેવાતી રણનીતિ કે વ્યૂહનું પરિણામ છે. બંગાળમાં જે હિંદુ કાર્ડ ચાલતું નથી તેને ચલાવવાનો પ્રયાસ થયો તેની સજા ભાજપને ભોગવવી પડી છે. આ માટે તો જયશ્રી રામના નારા જોરશોરથી બોલાવનારા જે પી નડ્ડા, અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિગેરેને જવાબદાર ગણી શકાય.

ratna 10 અંતે પ.બંગાળમાં દિલીપ ઘોષને બલિનો બકરો બનાવાયા
બંગાળના એક અખબારે તો આકરા શબ્દોમાં લખી નાખ્યું છે કે, બંગાળમાં ચૂંટણી પરિણામોની જવાબદારી મોદી શાહ કે નડ્ડાની ત્રિપુટી પર ઢોળવાની ૫૬ની છાતી ભાજપના કોઈ નેતાઓમાં છે જ નહીં. એટલે છેવટે જેના ખભે મૂકીને ભાજપના કેન્દ્રીય નેતાઓએ ફોડી હતી તે સંઘના નીષ્ઠાવાન અને લડાયક સ્વયંસેવક દિલીપ ઘોષને બલિદાનનો બકરો બનાવી દઈ હોદ્દા પરથી દૂર કરાયા છે. અન્ય એક અખબારે લખ્યું કે, ભલે બંગાળમાં ભાજપને સત્તા મળી નથી પરંતુ તેની તાકાત વધી છે. ૨૦૧૭માં ત્રણના બદલે આ વખતે ૭૫ બેઠકો અને ૨૦૧૭ના ૧૭ ટકા મતના બદલે આ વખતે ૩૪ ટકા કરતાં વધુ મત મળ્યા છે. જે દિલીપ ઘોષ સહિતનાં સ્થાનિક નેતાઓની મહેનતનું પરિણામ છે. દિલ્હીથી આવેલા ભાષણખોર નેતાઓએ લહેકાવાળા ભાષણો સિવાય કશું કર્યુ નથી. બંગાળી ભાષાના એક અખબારે તો ચૂંટણી પ્રચાર સમયે બંગાળની અસ્મિતા પર પ્રહાર કરતા વિધાનો કરનારા ભાજપના કેન્દ્રીય નેતાઓએ અંતે દિલીપ ઘોષને બલિનો બકરો બનાવી દેવાની સાથે બંગાળી નેતા પર અવિશ્ર્વાસ વ્યક્ત કરી બંગાળની અસ્મિતા પર પણ પ્રહાર કર્યા છે તેવું બંગાળના એક સંઘ સમર્થકે કટાર લેખકે પોતાની કટારમાં નોંધ્યું છે.