T20WC2024/ પાકિસ્તાનની હાર બાદ નસીમ શાહ રડવા લાગ્યો, શાહીને શાંત રાખ્યો

દેશભરના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેચ રમાઈ હતી. વાસ્તવમાં, અહીં અમે T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચની વાત કરી રહ્યા છીએ, જેમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે હતો. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારત આ લો સ્કોરિંગ મેચ જીતવામાં સફળ રહ્યું હતું અને ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. આ હાર બાદ મેદાનમાંથી પેવેલિયન તરફ જતા નસીમ શાહની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.

Trending Breaking News Sports
Beginners guide to 2024 06 10T115811.950 પાકિસ્તાનની હાર બાદ નસીમ શાહ રડવા લાગ્યો, શાહીને શાંત રાખ્યો

T20WC2024:  દેશભરના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેચ રમાઈ હતી. વાસ્તવમાં, અહીં અમે T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચની વાત કરી રહ્યા છીએ, જેમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે હતો. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારત આ લો સ્કોરિંગ મેચ જીતવામાં સફળ રહ્યું હતું અને ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. આ હાર બાદ મેદાનમાંથી પેવેલિયન તરફ જતા નસીમ શાહની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. નસીમ એકદમ ભાવુક થઈ ગયો હતો, જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

હાર બાદ પાકિસ્તાની ફાસ્ટ બોલર નસીમ શાહ રડી પડ્યો

પાકિસ્તાનના યુવા ઝડપી બોલર નસીમ શાહને છેલ્લા 3 બોલમાં 16 રન બનાવવાની લગભગ અશક્ય જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં. તેણે છેલ્લા બોલ પહેલા ચોગ્ગો માર્યો અને પછી કટ શોટ વડે બીજો રન લીધો, પરંતુ ભારતની જીત નિશ્ચિત થઈ ગઈ. છેલ્લા બોલ પર અર્શદીપ સિંહના યોર્કર સામે તે કંઈ જ વિચારી શક્યો ન હતો અને ભારતની જીત સાથે જ નસીમ શાહ ભાવુક થઈને રડવા લાગ્યો હતો. બે વર્ષ પહેલા એશિયા કપમાં સતત સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીત તરફ દોરી જનાર નસીમ આ વખતે ટીમને જીત અપાવી શક્યો નહીં અને તેની આંખોમાં આંસુ આવી ગયા. શાહીન આફ્રિદીએ તેને ગળે લગાવીને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ તેની પીઠ પર થાપડી, પરંતુ અંતે એક જ ટીમનો વિજય થયો અને તે હતી રોહિત શર્માની ટીમ ઈન્ડિયા.

નસીમ શાહની બોલિંગ સામે ભારત ઝૂકી ગયું હતું

પાકિસ્તાન ટીમ માટે નસીમ શાહે શાનદાર બોલિંગ કરી હતી. તેની સચોટ બોલિંગ સામે ભારતીય ટીમે શરણાગતિ સ્વીકારી હતી. નસીમે તેની 4 ઓવરના સ્પેલમાં 5.25ની ઈકોનોમી સાથે 21 રન આપીને 3 વિકેટ લીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાક સામે વિજયના ફક્ત 8 ટકા જ ચાન્સવાળી મેચ ભારતે જીતી

આ પણ વાંચો: IND vs PAK: મેચમાં વિરાટ કોહલી જલ્દી આઉટ થવા થતાં કેમ ખુશ થઈ અનુષ્કા શર્મા, જુઓ પ્રતિક્રિયા

આ પણ વાંચો: બુમરાએ રિઝવાનની ઝડપેલી વિકેટ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ

આ પણ વાંચો: પાક સામે વિજયના ફક્ત 8 ટકા જ ચાન્સવાળી મેચ ભારતે જીતી