વડોદરા/ MS યુનિ.માં દેવી-દેવતાઓના બીભત્સ ફોટા પ્રદર્શનમાં મુકાયા, 31 વિદ્યાર્થીઓ નોંધાયો કેસ

MS.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્‌સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પેપર કટિંગ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો બનાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો.

Gujarat Vadodara
દેવી-દેવતાઓના

વડોદરા હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રનો વિવાદ સામે આવ્યો છે. MS યુનિ.માં પ્રદર્શન કરનારા સામે ગુનો નોંધાયો છે. 31 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો છે. પોલીસને લાફા મારનાર બે સામે ફરિયાદ નોઁધાઈ છે. પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  MS.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્‌સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પેપર કટિંગ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો બનાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. એક વિદ્યાર્થીએ હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી ચિત્ર બનાવ્યા હતા. જે પેપર કટિંગમાં દુષ્કર્મને લગતા સમાચારો હતા, જેથી હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી બનાવેલા ચિત્રો દુષ્કર્મના સમાચારોને લઈને વિવાદ થયો છે અને હિન્દુઓની લાગણી દુભાઈ હોવાની વાતને લઇને હોબાળો મચ્યો છે. આ ઉપરાંત મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા છે, વિવાદ વધતા સમગ્ર આર્ટ એક્ઝિબિશન બંધ કરી દેવાયું છે.

5 મેના રોજ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે હંગામો થતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ભરતભાઇએ શાંતિ જાળવવા અને ટોળાને વિખેરાઇ જવા સૂચનો આપ્યા હતા. ત્યારે કાર્તિકભાઇ ઘનશ્યામભાઇ જોષી (રહે. વિજયનગર, તરસાલી, વડોદરા) અને ધ્રુવ હર્ષદભાઇ પારેખ (રહે. ભક્તિસાગર સોસાયટી, મકરપુરા, વડોદરા) એ તમે અમને કહેનાર કોણ છો કહીને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા. આ મામલે આજે 8 મે ના રોજ પોલીસકર્મીએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પહેલા પણ ફાઇન આર્ટ્‌સ ફેકલ્ટી સતત વિવાદોમાં રહી છે અને ફાઇન આર્ટ્‌સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મૂકાયેલા પેઇન્ટિંગ્સને લઇને વિવાદો સામે આવી ચૂક્યા છે. ભૂતકાળમાં ચંદ્રમોહન નામના આર્ટિસ્ટે હિન્દુ દેવી-દેવતાઓના અભદ્ર ચિત્રો અને મ્યુરલ બનાવ્યા હતા. તે સમયે પણ ફાઇન આર્ટ્‌સ ફેકલ્ટી ખુબ જ વિવાદમાં આવી હતી.

ABVPના કાર્યકરોએ માગ કરી હતી કે જ્યાં સુધી કમિટીએ શું તપાસ કરી એ વિશે નહીં જણાવાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ. સાથે સૂતળી બોમ્બ ફોડીને વિરોધ જારી રાખ્યો હતો. જેથી ફરી એકવાર યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલીસનો મોટો કાફલો આવ્યો હતો અને ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓને કેમ્પસ છોડી બહાર નિકળવા કહ્યું હતું. જો કે વિદ્યાર્થીઓ પોતાની માંગણી અડગ રહેતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓને પોલીસ ગાડીઓમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જેમાં ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ સહિત 31 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ સામે સી.આર.પી.સી. હેઠળ 143, 145, 147, 186, 188, 336 ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો:અમારા બાળકોનું ભવિષ્ય દાવ પર છે, સરકારે કંઈક કરવું જોઈએ: યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓના વાલીઓની વિનંતી