Not Set/ પ્રધ્યૂમન ઠાકુર મર્ડર કેસમાં એક નવો વળાંક

બહુચર્ચિત રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 8 સપ્ટેમ્બરે 7 વર્ષના બાળક પ્રધ્યૂમન ઠાકુર મર્ડર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલે સીબીઆઈએ રેયાન સ્કૂલમાં ભણતા 11મા ધોરણના વિદ્યાર્થિની CBIએ ધરપકડ કરી છે. આ મામલે બાળકે શંકાસ્પદ ભૂમિકા ભજવી હતી તેવું માનવામાં આવી રહ્યું છે. CBIએ આ પહેલાં જ આરોપી તરીકે સ્કૂલ બસના કંડકટર અશોક કુમારની ધરપકડ […]

India
pradyuman thakur 1504951120 પ્રધ્યૂમન ઠાકુર મર્ડર કેસમાં એક નવો વળાંક

બહુચર્ચિત રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 8 સપ્ટેમ્બરે 7 વર્ષના બાળક પ્રધ્યૂમન ઠાકુર મર્ડર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલે સીબીઆઈએ રેયાન સ્કૂલમાં ભણતા 11મા ધોરણના વિદ્યાર્થિની CBIએ ધરપકડ કરી છે. આ મામલે બાળકે શંકાસ્પદ ભૂમિકા ભજવી હતી તેવું માનવામાં આવી રહ્યું છે. CBIએ આ પહેલાં જ આરોપી તરીકે સ્કૂલ બસના કંડકટર અશોક કુમારની ધરપકડ કરી છે. તેમજ માળી હરપાલ, ટીચર, નોન ટીચિંગ સ્ટાફ અને મેનેજમેન્ટ સાથે જોડાયેલાં લોકોની અટકાયત કરી પૂછપરછ કરી ચુકી છે. સીબીઆઈ દ્વારા બુધવારે સવારે દિલ્હી સ્થિત સીબીઆઈના હેડ કવાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરવામા આવી હતી. પ્રધ્યૂમનના પિતાએ આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી કે નિવેદન આપ્યું નથી. વિવાદ થયા બાદ સીબીઆઈને તપાસના આદેશ અપાયા. જેના બાદ હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર પ્રધ્યૂમનના પરિવારને મળવા પહોંચ્યા હતા. મનોહરલાલે કેસ સીબીઆઈને સોંપવાની વાત કરી હતી. આ મામલે સીબીઆઈ હજુ પણ તપાસ કરી રહી છે. CBIએ બસ કંડકટર અને માળીને સાથે રાખીને રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો હતો. જે ટોયલેટમાં ઘટના ઘટી ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી.