Not Set/ મોદી સરકાર પર દેશના ૫૬ ટકા લોકોનો વિશ્વાસ હજી યથાવત, જયારે સર્વેમાં આ કામોમાં ગણાવી નિષ્ફળતા

નવી દિલ્હી, આગામી ૨૬ મેના રોજ રાજધાની દિલ્લીની કેન્દ્ર સરકારમાં ૨૦૧૪માં ગઠન થયા બાદ મોદી સરકાર પોતાના ચાર વર્ષ પૂર્ણ કરી રહી છે. આ ચાર વર્ષમાં પીએમ મોદી અને તેઓના મંત્રીમંડળ દ્વારા દેશના સામાન્ય લોકો માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓ લાવવમાં આવી છે. મોદી સરકાર પર દેશના ૫૬ ટકા લોકોનો વિશ્વાસ હજી યથાવત જયારે કેન્દ્રમાં મોદી સરકાર […]

Top Stories India Trending
634207 625541 narendra modi namaste મોદી સરકાર પર દેશના ૫૬ ટકા લોકોનો વિશ્વાસ હજી યથાવત, જયારે સર્વેમાં આ કામોમાં ગણાવી નિષ્ફળતા

નવી દિલ્હી,

આગામી ૨૬ મેના રોજ રાજધાની દિલ્લીની કેન્દ્ર સરકારમાં ૨૦૧૪માં ગઠન થયા બાદ મોદી સરકાર પોતાના ચાર વર્ષ પૂર્ણ કરી રહી છે. આ ચાર વર્ષમાં પીએમ મોદી અને તેઓના મંત્રીમંડળ દ્વારા દેશના સામાન્ય લોકો માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓ લાવવમાં આવી છે.

મોદી સરકાર પર દેશના ૫૬ ટકા લોકોનો વિશ્વાસ હજી યથાવત

જયારે કેન્દ્રમાં મોદી સરકાર પોતાના ચાર વર્ષ પુર્ણ કરી રહી છે ત્યારે એક કોમ્યુનિટી સોશિયલ મીડિયાના માધ્યમથી એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં દેશના ૫૬ ટકા લોકોનો વિશ્વાસ હજી મોદી સરકાર પર યથાવત જોવા મળી રહ્યો છે. આ લોકોનુ માનવુ છે કે, “મોદી સરકારે પોતાના વચન પુર્ણ કરવાની દિશામાં સકારાત્મક દિશામાં કામ કરી રહી છે.

૧૦માંથી ૬ લોકોએ માન્યું સરકાર તેમની આશાઓ પર ખરી ઉતરી

એક કોમ્યુનિટી સોશિયલ મીડિયાના માધ્યમથી કરેલા સર્વે મુજબ, દરેક ૧૦માંથી ૬ લોકોનુ માનવુ છે કે મોદી સરકાર તેમની આશાઓ પર ખરી ઉતરી છે અથવા તે દિશામાં કામ કરી રહી છે.

પાકિસ્તાન અને ડાયરેક્ટ ટેક્સ સહિતની યોજનાઓ અંગે લોકોએ મોદી સરકારને કરી પાસ

સર્વેમા ભાગ લેનાર મોટાભાગના લોકોએ પાકિસ્તાનનો સામનો કરવા માટે મોદી સરકારની રણનીતિનું પણ સમર્થન કર્યુ છે. ૫૪ ટકા લોકોનુ માનવુ છે કે ટેક્સના કારણે થતી હેરાનગતી ઘટી છે તેમજ ડાયરેક્ટ ટેક્સ બેનિફિટ યોજના સફળ રહી છે. તેમજ ૫૬ ટકા લોકોનુ માનવુ છે કે સરકાર ચુંટણી પહેલા ઘોષણાપત્રમાં આપેલા વચનો પુર્ણ કરવા માટે સાચી દિશામાં જઈ રહી છે.

જો કે ગત વર્ષે આવા લોકોનુ પ્રમાણ ૫૯ ટકા હતા. એટલે કે એક વર્ષમાં ૩ ટકા લોકોએ મોદી સરકાર પરથી પોતાનો વિશ્વાસ ગુમાવ્યો છે.

સર્વેમાં લોકોએ આ કામોમાં ગણાવી સરકારની નિષ્ફળતા

તેમજ સર્વેમાં ભાગ લેનાર તમામ લોકોની એક કોમન ફરિયાદ એ છે કે, “સ્થાનિક સાંસદો પોતાના વિસ્તારની ફરિયાદો અને સમસ્યાઓ દૂર કરવામાં કોઈ રસ લઈ રહ્યા નથી. જ્યારે ૨૩ ક્ષેત્રોમાં સરકારની ખામીઓ સામે આવી છે.  જેમાં જીવન જીવવા માટે થતા ખર્ચમાં વધારો, સાંપ્રદાઈક બાબતોનો અસરકારક્તા સાથે સામનો ન કરવો, બેરોજગારી તેમજ બાળકો અન મહિલાઓ સામેના અત્યાચારમાં વધારા જેવી બાબતોનો સમાવેશ થયા છે.

આ દિશામાં સરકારે અસરકારક્તા સાથે કામ કરવાની જરૂર છે. આ ઉપરાંત લોકોનુ માનવુ છે કે જીએસટી લાગુ થયા બાદ મોંઘવારી વધી છે.