Not Set/ યુપીમાં વ્યાપમ જેવું કૌભાંડ, 1 લાખ રૂપિયા લઇને એમબીબીએસની પરીક્ષા આ રીતે પાસ કરાવાતી

લખનૌ, ઉત્તરપ્રદેશમાં કોપી કરીને એમબીબીએસની પરીક્ષા પાસ કરનારા ૬૦૦ વિદ્યાર્થીઓનો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડ ૨૦૧૪થી ચાલતુ હતું. જેમાં પૈસા લઈને મેડીકલના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવતા. એટલું જ નહી પરંતુ કોપી કરીને પાસ થયેલા વિદ્યાર્થીઓ ડોકટર તરીકે પ્રેક્ટીસ ચાલુ કરી છે. પોલીસે આ મામલા પર સોમવારે મુજફ્ફનગર મેડીકલ કોલેજના ૨ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. આ […]

Top Stories
121212 યુપીમાં વ્યાપમ જેવું કૌભાંડ, 1 લાખ રૂપિયા લઇને એમબીબીએસની પરીક્ષા આ રીતે પાસ કરાવાતી

લખનૌ,

ઉત્તરપ્રદેશમાં કોપી કરીને એમબીબીએસની પરીક્ષા પાસ કરનારા ૬૦૦ વિદ્યાર્થીઓનો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડ ૨૦૧૪થી ચાલતુ હતું. જેમાં પૈસા લઈને મેડીકલના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવતા. એટલું જ નહી પરંતુ કોપી કરીને પાસ થયેલા વિદ્યાર્થીઓ ડોકટર તરીકે પ્રેક્ટીસ ચાલુ કરી છે. પોલીસે આ મામલા પર સોમવારે મુજફ્ફનગર મેડીકલ કોલેજના ૨ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. આ બંને વિદ્યાર્થીઓએ રૂપિયા આપીને પરીક્ષા પાસ કરી છે.

પોલીસની તલાસ દરમ્યાન ઘણા વિદ્યાર્થીઓના નામ બહાર આવ્યા છે. આ ઉપરાંત ચરણસિંહ ચૌધરી સહિત યુનિવર્સીટીના બીજા ૬ અધિકારીઓ પણ સંડોવાયેલા છે. જે લોકો ત્યાના વિદ્યાર્થીઓને કોપી કરવામાં મદદ કરતા હતા. ધરપકડ કરેલા બે વિદ્યાર્થીઓને તે જ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ પૈસા આપીને ચોરી કરવાની વાત કહી હતી. હાલ આ યુવતી પર પણ પોલીસની નજર છે પણ તેની હજુ સુધી ધરપકડ નથી કરી.

એસટીએફના સુત્રોના જણાવ્યા પ્રમાણે, ચોરી કરાવવામાં યુનિવર્સીટીની મિલીભગત હતી. ૧ લાખ રૂપિયા લઈને વિદ્યાર્થીએ જે જવાબ લખ્યા હોય તે પુરવાણીની જ્ગ્યાએ એક્સપર્ટે લખેલી પુરવણી મૂકી દેતા. આ ચોરી કરવા માટે તેઓ વિદ્યાર્થીઓ પાસેથી ૧ થી ૧.૫ લાખ રૂપિયા પડાવી લેતા. માત્ર મેડીકલ અભ્યાસમાં જ નહિ પરંતુ બીજા અભ્યાસમાં પણ આ રીતે ચોરી કરવાની ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦ રૂપિયા લેતા.

પોલીસની પુછતાછ દરમ્યાન જાણવા મળ્યું છે. ૨૧ વર્ષીય આયુષ કુમાર ગુરુગ્રામના પ્રખ્યાત ડોક્ટરનો પુત્ર છે અને બીજો વિદ્યાર્થી ૨૨ વર્ષીય સ્વર્ણજીત સિંહ પંજાબનો રહેવાસી છે. આ બંને મુજફ્ફનગર મેડીકલ કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થી છે.

એસટીએસ મેરઠ યુનિટના ઇન્ચાર્જ બ્રજેશ સિંહએ કહ્યું કે, આ બંને વિદ્યાર્થીઓએ ચોરી માફિયાઓને ૧-૧ લાખ ચૂકવ્યા હતા. ૧૫ માર્ચના રોજ પૂરું થનારું સેમિસ્ટરની પરીક્ષા સારી નહતી ગઈ. આથી તેઓ તેમની જ સાથે ભણતી આ કૌભાંડમાં સંડોવાયેલી વિદ્યાર્થીનીને મળવા ગયા. તેણે આ બંનેને કીધું કે એક લાખ રૂપિયા આપો અને તમારી પુરવણીના બદલે એક્સપર્ટ વિદ્યાર્થીઓ દ્વારા લખેલી પુરવણી મૂકી દઈશું. ત્યારબાદ વિદ્યાર્થીનીએ આ વાત તેના પિતાને કહી અને નકલ માફિયા જોડે ૧ લાખ રૂપિયામાં ડીલ ફાઈનલ કરી.