Not Set/ “આમ આદમી”, કેજરીવાલની CM ઓફિસમાં છેલ્લા ૩ વર્ષમાં આરોગવામાં આવ્યો ૧ કરોડ રૂપિયાનો ચા-નાસ્તો

દિલ્લી, છેલ્લા કેટલાક સમયથી દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટીના MLAથી હેરાન પરેશાન છે ત્યારે હવે તેઓ CMOમાં કરવામાં આવતા ચા-નાસ્તાના ખર્ચને લઇ વિપક્ષના નિશાના પર આવ્યા છે. રાજધાની દિલ્લીમાં આમ આદમી પાર્ટીના સત્તા પર આવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી ઓફિસમાં ૧.૩ કરોડ રૂપિયા માત્ર ચા-નાસ્તામાં ખર્ચ કરવામાં આવ્યા છે. હલ્દવાનીના RTI એક્ટિવિસ્ટ હેમંત […]

India
kkk "આમ આદમી", કેજરીવાલની CM ઓફિસમાં છેલ્લા ૩ વર્ષમાં આરોગવામાં આવ્યો ૧ કરોડ રૂપિયાનો ચા-નાસ્તો

દિલ્લી,

છેલ્લા કેટલાક સમયથી દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટીના MLAથી હેરાન પરેશાન છે ત્યારે હવે તેઓ CMOમાં કરવામાં આવતા ચા-નાસ્તાના ખર્ચને લઇ વિપક્ષના નિશાના પર આવ્યા છે. રાજધાની દિલ્લીમાં આમ આદમી પાર્ટીના સત્તા પર આવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી ઓફિસમાં ૧.૩ કરોડ રૂપિયા માત્ર ચા-નાસ્તામાં ખર્ચ કરવામાં આવ્યા છે.

હલ્દવાનીના RTI એક્ટિવિસ્ટ હેમંત સિંહ ગૌનિયા દ્વારા કરવામાં ગત ફેબ્રુઆરી મહિનામાં CMOમાં ચા-નાસ્તા અંગે એક આરટીઆઈ કરવામાં આવી હતી અને તેના સંબંધમાં આપવામાં આવેલા જવાબમાં આ ખુલાસો થયો છે.

llllhg "આમ આદમી", કેજરીવાલની CM ઓફિસમાં છેલ્લા ૩ વર્ષમાં આરોગવામાં આવ્યો ૧ કરોડ રૂપિયાનો ચા-નાસ્તો

RTI એક્ટિવિસ્ટ હેમંત સિંહને આ સપ્તાહમાં શરૂઆતમાં RTIનો જવાબ મળ્યો હતો. આ RTIમાં જણાવવામાં આવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન ચા-નાસ્તા પર ૨૩.૧૨ લાખ રૂપિયા જયારે ૨૦૧૬-૧૭માં આ ખર્ચ વધીને ૪૬.૫૪ લાખ રૂપિયા થયો હતો. આ જ પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ચા-નાસ્તા પર ૩૩.૩૬ લાખ રૂપિયા ખર્ચ થયો હતો.

Kejriwal "આમ આદમી", કેજરીવાલની CM ઓફિસમાં છેલ્લા ૩ વર્ષમાં આરોગવામાં આવ્યો ૧ કરોડ રૂપિયાનો ચા-નાસ્તો

RTIમાં કરવામાં આવેલા ખુલાસા મુજબ, વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૪૬,૫૪,૮૩૩ રૂપિયામાંથી ૧૫,૯૧,૬૩૧ રૂપિયાનું બીલ સચિવાલય ઓફિસ જયારે ૩૦,૬૩,૨૦૨ રૂપિયાનું બીલ તેઓના કેમ્પ ઓફિસના નામે આવ્યું હતું.

૨૦૧૫-૧૬ દરમિયાન ચા-નાસ્તા પર ૨૩,૧૨,૪૩૦ લાખ રૂપિયામાંથી સચિવાલય ઓફિસમાં ૧૭,૫૩,૧૫૦ રૂપિયા ખર્ચ થયો છે જયારે ૫,૫૯,૨૮૦ રૂપિયાનું બીલ કેમ્પ ઓફિસના નામે આવ્યું છે.

જયારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ચા-નાસ્તા પર થયેલા કુલ ૩૩,૩૬,૮૯૯ રૂપિયામાંથી ૬,૯૨,૨૮૪ રૂપિયા ખર્ચ સચિવાલય ઓફિસમાં અને ૨૬,૪૪,૬૧૫ રૂપિયા કેમ્પ ઓફિસમાં ખર્ચ થયો છે.

બીજી બાજુ આ ખર્ચ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ CMO માંથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.  પરંતુ RTI એક્ટિવિસ્ટ હેમંત સિંહે જણાવ્યું, “આ એક એવો ખર્ચ છે જ્યાં તેના ખર્ચ પર લગામ લગાવી શકાય છે તેમજ પૈસા એ લોકો પર ખર્ચ થવા જોઈએ જેઓને એક સમયનું ભોજન પણ મળતું નથી”.

તેઓએ વધુમાં જણાવ્યું, “મને આશા છે કે સારા કર્યો માટે સરકાર પોતાના ખર્ચમાં કાપ મુકશે”.

મહત્વનું છે કે, સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની ઓફિસ સેન્ટ્રલ દિલ્લીના ભગવાન દાસ રોડ સ્તિથ બે ડુપ્લેક્ષ ફલેટમાં શિફ્ટ કરી છે. જેમાં એક ડુપ્લેક્ષમાં તેઓ પરિવાર સાથે રહે છે અને બીજા ડુપ્લેક્ષમાં તેઓએ