Not Set/ યુપીમાં એક મહિલા સાથે જે ક્રુરતા આચરવામાં આવી, તે વાંચીને કહેશો, “હે ભગવાન આ કયા પ્રકારની છે હેવાનિયત”

સંભલ, દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાં ભાજપની યોગી સરકારના ગઠન બાદ પણ મહિલાઓ પર થતા અત્યાચારોમાં નોધપાત્ર વધારો થવા પામ્યો છે. દિન-પ્રતિદિન મહિલાઓ પર થતા અત્યાચારોને લઇ ચર્ચાઓમાં રહેતું યુપી વધુ એકવાર દુષ્કર્મને કારણે બદનામ થયું છે. યુપીના સંભલ વિસ્તારમાં એક ૩૫ વર્ષીય મહિલા સાથે જે પ્રમાણે ક્રુરતા આચરવામાં આવી છે તે જાણીને તમે […]

Top Stories India Trending
up યુપીમાં એક મહિલા સાથે જે ક્રુરતા આચરવામાં આવી, તે વાંચીને કહેશો, “હે ભગવાન આ કયા પ્રકારની છે હેવાનિયત"

સંભલ,

દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાં ભાજપની યોગી સરકારના ગઠન બાદ પણ મહિલાઓ પર થતા અત્યાચારોમાં નોધપાત્ર વધારો થવા પામ્યો છે. દિન-પ્રતિદિન મહિલાઓ પર થતા અત્યાચારોને લઇ ચર્ચાઓમાં રહેતું યુપી વધુ એકવાર દુષ્કર્મને કારણે બદનામ થયું છે.

યુપીના સંભલ વિસ્તારમાં એક ૩૫ વર્ષીય મહિલા સાથે જે પ્રમાણે ક્રુરતા આચરવામાં આવી છે તે જાણીને તમે એસ સમયે સ્તબ્ધ બની શકો છો. કારણ કે, સંભલની એક મહિલા સાથે ગેંગરેપ કરાયા બાદ તેને પોતાના ઘર પાસે જ આવેલા એક મંદિરના હવનકુંડમાં જીવતી સળગાવવામાં આવી છે.

આ વાત વાંચીને એક સમયે આશ્ચર્ય પરમાડે, પરંતુ આ ઘોર કળયુગની સત્ય ઘટના છે, તે પુરવાર કરે છે કે ઘોર કળયુગના માનવીની મહિલાઓ પ્રત્યેની હેવાનિયત કઈ દિશામાં જઈ રહી છે.

હવનકુંડમાં જીવતી સળગાવીને કરવામાં આવી ક્રૂર હત્યા 

બતાવવામાં આવી રહ્યું છે કે, આ ૩૫ વર્ષીય મહિલા સાથે ગેંગરેપ કરવાની કોશિશ કરવામાં આવી પરંતુ તેઓ રેપ કરવામાં અસફળ રહ્યા બાદ આ મહિલાને હવનકુંડમાં જીવતી સળગાવીને ક્રૂર હત્યા કરવામાં આવી છે. આ ઘટના શનિવાર – રવિવાર મોડી રાત્રે ૨.૩૦ વાગ્યાની બતાવવામાં આવી રહી છે.

પોલીસ પાસેથી ન મળી મદદ 

જો કે પોલીસ દ્વારા આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ પીડિતાના પતિના જણાવ્યું હતું કે, “આ પીડિતાએ પોતાને જીવતી સળગાવતા પહેલા ૧૦૦ નંબર પર કોલ કરીને પોલીસ પાસે મદદ માંગી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો કે પોલીસ પણ ઘટનાસ્થળે આવી ન હતી.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું, “ આ રુંવાટા કંપાવનારી ઘટના રાજપુરા પોલીસ સ્ટેશન નજીક આવેલા એક ગામમાં બની હતી, જ્યાં શનિવારે રાત્રે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પીડિતાનો પતિ ગાજિયાબાદમાં મજૂરીનું કામ કરે છે અને આ પીડિતા બે બાળકોની માતા હતી”.

પોલીસે વધુમાં જણાવ્યું કે,” ઘટના પહેલા મહિલા પોતાના ઘરમાં સૂઈ રહી હતી અને હુમલાવર ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યા અને તેની સાથે સ્રુષ્ટિ વિરુધનું કૃત્ય આચર્યું હતું . જો કેપોલીસે આ મામલામાં 5 લોકો વિરુદ્ધ ગેંગરેપ અને હત્યાના આરોપમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

૩૫ વર્ષીય મહિલાએ કોઈ મદદ ન મળ્યા બાદ પોતાના પિતરાઈ ભાઈને પોતાની આપબીતી જણાવી હતી. પોતાન પિતરાઈ ભાઈ સાથેની આ વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, જેમાં પીડિતા પોતાની સાથે રેપ થયા હોવાની વાત કરી રહી છે.

પોલીસ દ્વારા આ મહિલાના ૫ નરાધમોની ઓળખ આરામ સિંહ, મહાવીર, ચરણ સિંહ, ગુલ્લૂ અને કુમરપાલના રૂપમાં થઈ છે, તેમજ આ આરોપીઓ વિરુધ IPCની ધારા ૩૭૬-D (ગેંગરેપ), ૩૦૨ (મર્ડર), ૨૦૧ (અપરાધના પુરાવાના નષ્ટ થવાનું કારણ), ૧૪૭ (રમખાણો માટે સજા), ૧૪૮ (રમખાણો અને ઘોર હથિયારથી સજ્જ) અને ૧૪૯ (ગેરકાયદેસર વિધાનસભાના દરેક સભ્ય, જે સામાન્ય પદાર્થના કાર્યવાહીમાં પ્રતિબદ્ધ ગુના) હેઠળ ફરિયાદ નોધવામાં આવી છે.