Not Set/ મહારાષ્ટ્રમાં થયેલી હિંસા બાદ જીગ્નેશ મેવાણી અને ખાલિદ સામે નોધાઇ ફરિયાદ

પુણેના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસાની આગ પુરા મહારાષ્ટ્રમાં પ્રસરી છે. રાજ્યમાં સહિત ઠેર-ઠેર જગ્યાએ આગચંપી અને તોડફોડના બનાવો સામે આવ્યા છે. ત્યારે પ્રશાસન દ્વારા હિંસા ફેલાવવાળા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે કુલ ૩૦ લોકો સામે ફરિયાદ નોધી છે અને ૩૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયારે બીજી બાજુ ભીમા-કોરેગાંવ જંગની ૨૦૦ મી વરસી પર […]

Gujarat
download 1 1 મહારાષ્ટ્રમાં થયેલી હિંસા બાદ જીગ્નેશ મેવાણી અને ખાલિદ સામે નોધાઇ ફરિયાદ

પુણેના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસાની આગ પુરા મહારાષ્ટ્રમાં પ્રસરી છે. રાજ્યમાં સહિત ઠેર-ઠેર જગ્યાએ આગચંપી અને તોડફોડના બનાવો સામે આવ્યા છે. ત્યારે પ્રશાસન દ્વારા હિંસા ફેલાવવાળા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે કુલ ૩૦ લોકો સામે ફરિયાદ નોધી છે અને ૩૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જયારે બીજી બાજુ ભીમા-કોરેગાંવ જંગની ૨૦૦ મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપના દલિત નેતા જીગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે IPC ની ધારા મુજબ એફઆઈઆર નોધવામાં આવી છે. આ ઉપરાંત મુંબઇના ભાઇદાસ હોલમાં ગુરૂવારે વિદ્યાર્થીઓ સાથે જીગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદનો સંવાદનો કાર્યક્રમ હતો અને તે પોલીસ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે.