Not Set/ અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ : ડોભાલના નેતૃત્વમાં આમ પૂરું થયું ઓપરેશન યુનિકોર્ન

અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદા મામલે કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ જેમ્સના ભારત પ્રત્યાર્પણના કારણે કૂટનીતિક મોરચે ભારતની મોટી જીત રૂપે જોવામાં આવી રહ્યું છે. પરંતુ આની પાછળ ભારતનો ખુબ જ યોજનાબદ્ધ પ્રયાસ હતો. NSA અજિત ડોભાલના નેતૃત્વમાં ઓપરેશન યુનિકોર્ન નામનું આ મિશન કેવી રીતે સફળ થયું અહીં જાણો….. મંગળવારે મોડી રાત્રે આ સોદાના વચેટિયા ક્રિશ્ચિયન […]

Top Stories India
ajit doval fb અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ : ડોભાલના નેતૃત્વમાં આમ પૂરું થયું ઓપરેશન યુનિકોર્ન

અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદા મામલે કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ જેમ્સના ભારત પ્રત્યાર્પણના કારણે કૂટનીતિક મોરચે ભારતની મોટી જીત રૂપે જોવામાં આવી રહ્યું છે. પરંતુ આની પાછળ ભારતનો ખુબ જ યોજનાબદ્ધ પ્રયાસ હતો. NSA અજિત ડોભાલના નેતૃત્વમાં ઓપરેશન યુનિકોર્ન નામનું આ મિશન કેવી રીતે સફળ થયું અહીં જાણો…..

મંગળવારે મોડી રાત્રે આ સોદાના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને ભારત લાવવામાં આવ્યો છે. જોકે, જેમ્સને ક્યાં રાખવામાં આવ્યો છે તેની જાણકારી નથી અપાઈ. દુબઇ સરકારે એના પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. જેમ્સને લેવા એક ટીમ દુબઇ ગઈ હતી.

Aagusta Westland case Order of Extradition of Christian Mitchell Middleman ni24news e1543995121299 અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ : ડોભાલના નેતૃત્વમાં આમ પૂરું થયું ઓપરેશન યુનિકોર્ન
mantavyanews.com

આ અભિયાનને સીબીઆઈ દ્વારા ઓપરેશન યુનિકોર્ન એવુ કોડનેમ આપવામાં આવ્યું હતું. જેનું NSA અજિત ડોભાલ કરી રહ્યા હતા. અને ઓપરેશનમાં ટીમનું સમન્વય સીબીઆઈના કાર્યકારી નિર્દેશક એમ નાગેશ્વર રાવના હાથમાં હતું.

સીબીઆઈ પ્રવક્તા અભિષેક દયાલના જણાવ્યા અનુસાર અગસ્ટા વેસ્ટલેન્ડને કોન્ટ્રાકટ અપાવવા અને ભારતીય અધિકારીઓને ગેરકાનૂની કમિશન અથવા લાંચ આપવા માટે વચેટિયા રૂપે મિશેલ પણ કૌભાંડમાં લિપ્ત હોવાનું 2012માં જાણવા મળ્યું હતું. આ મામલે તપાસ પહેલા જ મિશેલ નાસી છૂટ્યો હતો.

પટિયાલા હાઉસ કોર્ટે 24 સપ્ટેમ્બર 2015એ મિશેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. જેના આધારે ઇન્ટરપોલ દ્વારા તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. અને જાન્યુઆરી 2017માં દુબઈમાં મિશેલની ધરપકડ કરવામાં આવી.

456000 sp tyagi e1543995163288 અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ : ડોભાલના નેતૃત્વમાં આમ પૂરું થયું ઓપરેશન યુનિકોર્ન
mantavyanews.com [File Image]
મિશેલ ઉપરાંત આ મામલે ભારતીય વાયુસેનાના અધિકારીઓ પણ આરોપી છે. જેમાં તત્કાલીન વાયુસેના પ્રમુખ એસપી ત્યાગી અને એમના પરિવારજનો મુખ્ય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, મિશેલ જેમ્સને હેલિકોપ્ટર, સૈન્ય અડ્ડાઓ અને પાયલોટની ટેક્નિકલ સંચાલનની બારીક જાણકારી હતી. તેના પિતા પણ ભારતીય ક્ષેત્રમાં કેટલીક કંપનીઓ માટે કામ કરતા હતા. ભારતીય વાયુસેના, રક્ષા મંત્રાલયના મોટા અધિકારીઓ સાથે તેનું મોટું નેટવર્ક હોવાની સંભાવના છે.