Not Set/ એર ઇન્ડિયાને PM મોદીના વિદેશ પ્રવાસોની વિગત CIC સમક્ષ રજૂ કરવા અપાયો આદેશ

દિલ્હી, વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બાદ નરેન્દ્ર મોદી ચાર વર્ષના સમયગાળા દરમિયાન દુનિયાના ઘણા દેશોના વિદેશ પ્રવાસ કરી ચુક્યા છે. ત્યારે હવે પીએમ મોદીના વિદેશ પ્રવાસો અંગેની તમામ માહિતી એર ઈન્ડિયાએ સીઆઈસી- સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશનને  ઉપલબ્ધ કરાવવી પડશે. સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશન (CIC) દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ, “વડાપ્રધાનના વિદેશ પ્રવાસો માટે થયેલા ખર્ચનો રેકોર્ડ કમિશનને […]

India
90083 front એર ઇન્ડિયાને PM મોદીના વિદેશ પ્રવાસોની વિગત CIC સમક્ષ રજૂ કરવા અપાયો આદેશ

દિલ્હી,

વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બાદ નરેન્દ્ર મોદી ચાર વર્ષના સમયગાળા દરમિયાન દુનિયાના ઘણા દેશોના વિદેશ પ્રવાસ કરી ચુક્યા છે. ત્યારે હવે પીએમ મોદીના વિદેશ પ્રવાસો અંગેની તમામ માહિતી એર ઈન્ડિયાએ સીઆઈસી- સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશનને  ઉપલબ્ધ કરાવવી પડશે.

સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશન (CIC) દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ, “વડાપ્રધાનના વિદેશ પ્રવાસો માટે થયેલા ખર્ચનો રેકોર્ડ કમિશનને સુપરત કરવામાં આવે”.

ઇન્ફર્મેશન કમિશનર અમિતાભ ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, “હવે એર ઈન્ડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ પ્રવાસની તમામ વિગતો, તે અંગે થયેલા ખર્ચની માહિતી તેમજ બિલની રસીદો પણ આયોગને આપવી પડશે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિદેશપ્રવાસની તમામ વિગતોમાં એર ઇન્ડિયા દ્વારા પ્રવાસની તારીખ, વિદેશ પ્રવાસ માટેનો સમય તેમજ આ પ્રવાસના સ્થળની માહિતીને RTI એક્ટના સેક્શન ૮ અને ૯ મુજબ મુક્તિ આપવામાં આવી છે.

એક બાજુ CPIO (એર ઇન્ડિયા)એ દાવો કર્યો હતો કે, આ માહિતી વાણિજ્યિક આત્મવિશ્વાસના મુદ્દા સાથે સંકળાયેલી છે જયારે બીજી તરફ સી.પી.આઈ.એ આ અંગે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા દ્વારા વિશ્વાસુ ક્ષમતામાં રાખવામાં આવેલી માહિતીને જાળવવામાં આવે છે.” .

૨૬ ડિસેમ્બર, ૨૦૧૬ ના રોજ એર ઈન્ડિયાના એક અધિકારી દ્વારા વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ.)ને મોકલવામાં આવેલા ઈ-મેલમાં જણાવ્યું હતું કે, ” આરટીઆઈ એક્ટ, ૨૦૦૫ના સેક્શન ૮ (૧)ની કલમ (જી) હેઠળ વડાપ્રધાનની ફ્લાઇટ અંગેના રેકોર્ડ્સની જે ચોક્કસ માહિતી છે જે સુરક્ષાના સૂચિતાર્થ ધરાવે છે અને તેથી તેને જાહેર કરવામાં છૂટ છે.

જયારે એર ઇન્ડિયાને સલાહ આપવામાં આવી છે કે, તેઓ આરટીઆઈના પ્રશ્નોના સંદર્ભમાં વડાપ્રધાનની ફ્લાઇટ અંગેની માહિતી જાહેર ન કરવા અંગે પણ જણાવ્યું હતું.

આ પહેલા વર્ષ ૨૦૧૬માં પીએમઓને ઈ-મેલ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, તે બાબત સ્પષ્ટ નથી. જો કે, આરટીઆઈ અરજીમાં જે કમિશનએ જાહેર કરવાના આદેશ આપ્યા છે તે ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ રજૂ કરાયા હતા.