Not Set/ મમતાના ગઢમાં શાહ : કોલકાતામાં ‘ગો બેક’ ના લાગ્યા પોસ્ટરો

ભારતીય જનતા પાર્ટી આવતા વર્ષે 2019 માં થનાર લોકસભા ચૂંટણી પહેલા કોઈ કસર છોડવા માંગતા નથી. બધા રાજ્યોને સાધવાની કોશિશમાં અલગ-અલગ જગ્યાઓનો પ્રવાસ કરી રહેલા પાર્ટી અધ્યક્ષ અમિત શાહ શનિવારે પશ્ચિમ બંગાળમાં રેલી કરીને કટ્ટર વિરોધી મમતા બેનર્જીના ગઢમાં ચઢાઈ કરવાની કોશિશ કરશે. પરંતુ શનિવારે થનારી એમની રેલીના ઠીક પહેલા બંગાળમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટરબાજી શરુ થઇ […]

Top Stories India
amit shah mamata banerjee મમતાના ગઢમાં શાહ : કોલકાતામાં 'ગો બેક' ના લાગ્યા પોસ્ટરો

ભારતીય જનતા પાર્ટી આવતા વર્ષે 2019 માં થનાર લોકસભા ચૂંટણી પહેલા કોઈ કસર છોડવા માંગતા નથી. બધા રાજ્યોને સાધવાની કોશિશમાં અલગ-અલગ જગ્યાઓનો પ્રવાસ કરી રહેલા પાર્ટી અધ્યક્ષ અમિત શાહ શનિવારે પશ્ચિમ બંગાળમાં રેલી કરીને કટ્ટર વિરોધી મમતા બેનર્જીના ગઢમાં ચઢાઈ કરવાની કોશિશ કરશે. પરંતુ શનિવારે થનારી એમની રેલીના ઠીક પહેલા બંગાળમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટરબાજી શરુ થઇ ગઈ છે.

sd8el24o tmc poster against bjp aug 2018 625x300 11 August 18 e1533971427327 મમતાના ગઢમાં શાહ : કોલકાતામાં 'ગો બેક' ના લાગ્યા પોસ્ટરો

 

અમિત શાહની રેલી પહેલા શુક્રવારે કોલકાતાના મેયો રોડ પર બંગાળ વિરોધી ભાજપ પાછા જાવ ના પોસ્ટર જોવા મળ્યા હતા. વળી, ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને અમિત શાહની રેલીમાં આવનારા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

હકીકતમાં, શનિવારે જ ટીએમસી પણ એનઆરસી વિરુદ્ધ રેલી કરવાની છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે ટીએમસીએ એના કાર્યકર્તાઓ પર હુમલો કરવા માટે રેલી બોલાવી છે. જેથી એમને રેલીમાં આવતા રોકી શકાય. જણાવી દઈએ કે એનઆરસીના વિરોધમાં ટીએમસી શનિવારે કોલકાતા છોડીને આખા રાજ્યમાં પ્રદર્શન કરશે.

રેલી પહેલા ભાજપના નેતાઓએ પણ મમતાને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભાજપ યુવા મોર્ચા ની અધ્યક્ષ પૂનમ મહાજને કહ્યું છે કે 2005માં દીદી કંઈક બીજુ જ બોલતા હતા, 2018માં એનઆરસી બાબતે કંઈક અલગ કહે છે. આ યુ ટર્ન વિરુદ્ધ યુવાઓ માટે અમે આ રેલી કરી રહ્યા છીએ.

બંગાળના આસનસોલથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ટ્વિટ કરીને લોકોને આ રેલીમાં સામેલ થવાની અપીલ કરવામાં આવી છે. એમણે લખ્યું કે મમતા સરકારની કૂટનીતિ તથા બંગાળના લોકો ઉપર થઇ રહેલા અત્યાચારનો વિરોધ કરવા શ્રી અમિત શાહ આજે મેયો રોડ, કોલકાતામાં આયોજિત સભાને સંબોધિત કરશે. હું આશા કરું છું કે બંગાળમાં રહેવાસીઓ મોટી સંખ્યામાં આ રેલીમાં સામેલ થશે. અને બંગાળ ભાજપનો સાથ આપશે.

કેટલાક અજ્ઞાત લોકોએ નયાબસાત વિસ્તારમાં શુક્રવારે મોડી રાતે એક બસ પર હુમલો કર્યો હતો. આ બસમાં શાહની રેલીમાં જવાવાળા કાર્યકર્તાઓ સામેલ હતા. જોકે, ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. ચંદ્રકોણામાં એફઆઈઆર દર્જ કરવામાં આવી છે. પોલીસ તપાસના આદેશ અપાયા છે.