Not Set/ ગુજરાત ચુંટણીમાં પાક.ના હસ્તક્ષેપ અંગે પીએમ મોદીની ટીપ્પણી બાદ પાકિસ્તાને આપ્યો આ જવાબ, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ જોવા મળતા ધમાસાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પાલનપુર ખાતે એક જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ પાકિસ્તાન અંગે ટીપ્પણી કરતા જણાવ્યું કે, પાક. ગુજરાતની ચુંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. પીએમ મોદીની આ ટીપ્પણી બાદ પાકિસ્તાને પણ વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાન દ્વારા જણાવવામાં આવ્યું કે, “ભારતે પોતાની સ્થાનિક ચુંટણીમાં […]

Top Stories
14a85c4afa969ea8d9b3805e7cc5f589 ગુજરાત ચુંટણીમાં પાક.ના હસ્તક્ષેપ અંગે પીએમ મોદીની ટીપ્પણી બાદ પાકિસ્તાને આપ્યો આ જવાબ, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ જોવા મળતા ધમાસાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પાલનપુર ખાતે એક જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ પાકિસ્તાન અંગે ટીપ્પણી કરતા જણાવ્યું કે, પાક. ગુજરાતની ચુંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.

પીએમ મોદીની આ ટીપ્પણી બાદ પાકિસ્તાને પણ વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાન દ્વારા જણાવવામાં આવ્યું કે, “ભારતે પોતાની સ્થાનિક ચુંટણીમાં પાકિસ્તાનની તરફેણ ન કરવી જોઈએ. પાકિસ્તાની અધિકારીઓ અને કોંગ્રેસના નેતાઓની ત્રણ કલાકની ગુપ્ત મિટિંગ અંગે પીએમ મોદીના આક્ષેપો તદ્દન બનાવટી કાવતરું છે અને જે સંપૂર્ણપણે બેજવાબદાર છે“.

મહત્વનું છે કે, રવિવારે પાલનપુર ખાતે એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન ગુજરાતની ચુંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. પાકિસ્તાન સૈન્યના માજી અરશદ રફીકે ગુજરાતમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના ઘરે એક સિક્રેટ મિટિંગ યોજાઈ હતી. જેમાં પાક.રાજદૂત અને માજી વિદેશ મંત્રી સામેલ હતા. તેમજ આ ઉપરાંત માજી પીએમ અને માજી ઉપ. રાષ્ટ્રપતિ સુધીના લોકો ગયા હતા.