Not Set/ સગીરા પર રેપ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

જોધપુર, સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે બીજા બે આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારી છે. સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત માન્યાં હતા. આ કેસમાં પાંચ આરોપીઓ હતા,જેમાં કોર્ટે આસારામ સહિત ત્રણને દોષિત માન્યા છે. જ્યારે બે આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યાં છે. જોધપુરની સેન્ટ્રલ જેલમાંથી […]

Top Stories
sdfsaf સગીરા પર રેપ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

જોધપુર,

સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે બીજા બે આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારી છે.

સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત માન્યાં હતા. આ કેસમાં પાંચ આરોપીઓ હતા,જેમાં કોર્ટે આસારામ સહિત ત્રણને દોષિત માન્યા છે. જ્યારે બે આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યાં છે.

જોધપુરની સેન્ટ્રલ જેલમાંથી જજ મધુસુદન શર્માએ જે નિર્ણય સંભળાવ્યો તેમાં આસારામ સહિત શરદ, શિલ્પીને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જ્યારે શિવા અને પ્રકાશ નામના બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આસારામ પર સગીર શિષ્યા પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. જેના માટે આસારામ સાડા ચાર વર્ષથી જેલમાં બંધ છે.

આ ચુકાદો આવતા પીડીતાના પિતાએ કહ્યું હતું કે, આસારામને કોર્ટે દોષિત માનતાં અમને ન્યાય મળ્યો છે.

જોધપુર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારતાં તેમની બાકીની જીંદગી જેલમાં વીતી શકે તેવા સંજોગો ઉભા થયાં છે.

જોધપુર પાસે આવેલા મનાઇ ગામમાં આવેલા આશ્રમાં આસારામે 16 વર્ષની સગીરા પર રેપ કર્યો હતો.આ સગીરા ઉત્તરપ્રદેશની રહેવાસી હતી અને આશ્રમમાં રહીને અભ્યાસ કરતી હતી

2012માં બનેલા પોક્સો એક્ટ તેમજ 2013માં ધ ક્રિમિનલ લૉ અમેન્ડમન્ટ એક્ટ અમલમાં મૂક્યા બાદ જ આસારામ વિરુદ્ધ કેસ નોંધાયો હતો અને તેમાં આઇપીસીની 376, 376(2)(f), 376(d) તેમજ પોક્સોની 5(f)(g)/6અને 7/8 કલમો પણ સુધારા સાથે જોડાઇ હતી.

2013થી જેલમાં બંધ આસારામે કોર્ટમાં 12 વાર જામીન અરજીઓ કરી હતી, જેને કોર્ટે ફગાવી હતી.

આસારામ વિરૂધ્ધ ગુજરાતમાં પણ બે બહેનોએ રેપ કેસ કર્યો છે