Not Set/ આઈઆઈટી પટનાએ બનાવ્યું સોલાર વૃક્ષ, ગામડાઓને મળશે વીજળી

પટના આઈઆઈટી પટનાના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરની ટીમે ભેગા મળીને સોલાર વૃક્ષ બનાવ્યું છે. અત્યાર સુધી દેશમાં બનેલા સોલાર વૃક્ષ કરતા આ વૃક્ષ વધારે એડવાન્સ અને ખાસ છે.હાલ તેની ડીઝાઇન, સ્માર્ટ કન્ટ્રોલિંગ અને મોનીટરીંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ વૃક્ષની મદદથી દેશના ગામડામાં દરેક સીઝનમાં ૨૪ કલાક વીજળી આપવામાં આવશે.આ વૃક્ષની મદદથી ગામમાં વીજળી પહોચાડવામાં આવશે. […]

Top Stories India Trending
solar tree આઈઆઈટી પટનાએ બનાવ્યું સોલાર વૃક્ષ, ગામડાઓને મળશે વીજળી

પટના

આઈઆઈટી પટનાના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરની ટીમે ભેગા મળીને સોલાર વૃક્ષ બનાવ્યું છે.

અત્યાર સુધી દેશમાં બનેલા સોલાર વૃક્ષ કરતા આ વૃક્ષ વધારે એડવાન્સ અને ખાસ છે.હાલ તેની ડીઝાઇન, સ્માર્ટ કન્ટ્રોલિંગ અને મોનીટરીંગની પ્રક્રિયા ચાલી રહી છે.

આ વૃક્ષની મદદથી દેશના ગામડામાં દરેક સીઝનમાં ૨૪ કલાક વીજળી આપવામાં આવશે.આ વૃક્ષની મદદથી ગામમાં વીજળી પહોચાડવામાં આવશે.

ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. સોલાર વૃક્ષની ટીમનું નેતૃત્વ કરનારા ડો. આર.કે બેહરાએ જણાવ્યું હતું કે આ વૃક્ષની મદદથી સુદુર ગામમાં વીજળી પહોચાડી શકાશે. આ એક વૃક્ષ બનાવવાનો ખર્ચો ૫૦ થી ૬૦ હજાર રૂપિયા છે.

ખાસ વાત તો એ છે કે એક વખત આ વૃક્ષ ચાર્જ થઇ ગયા બાદ જો તડકો ન હોય તો પણ સોનાર પેનલ કામ કરતા રહેશે.

સ્વીચીંગ સિસ્ટમમાં પણ સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહી પણ એક વાર ચાર્જ થઇ ગયા પછી ૧૦ દિવસ સુધી પણ તે કામ કરશે. પ્રકાશ વધારે ઓછો પણ આ પેનલની મદદથી કરી શકાશે.

સોલાર વૃક્ષમાં એવું ડિવાઈસ લગાવવામાં આવ્યું છે કે જે આઈઆઈટીના કન્ટ્રોલ રુલ કે મોબાઈલના ડિવાઈસ સાથે કનેક્ટ થઇ શકશે.