Not Set/ લોકસભા 2019: 2014 બાદ ભાજપને મળી 18 રાજ્યોમાં સત્તા, 1 કરોડ વોટનો ઘટાડો

નવી દિલ્હી, 2014થી અત્યાર સુધીમાં 26 રાજ્યોમાં વિધાનસભા ચુંટણી થઇ છે. આ દરમિયાન ભાજપે 18 રાજ્યોમાં એકલા અથવા સમર્થનથી સરકાર બનાવી, જયારે કોંગ્રેસ અથવા એમના ગઠબંધનને ફક્ત ચાર રાજ્યોમાં સત્તા મળી. જોકે, આ દરમિયાન ભાજપના એક કરોડથી વધારે વોટ ઘટી ગયા છે. મતલબ કે આ રાજ્યોમાં ભાજપને લોકસભા ચુંટણી કરતા વિધાનસભા ચુંટણીઓમાં વોટ ઘટી ગયા […]

Top Stories India
Congress victory in Sanand taluka panchayat, BJP lose power

નવી દિલ્હી,

2014થી અત્યાર સુધીમાં 26 રાજ્યોમાં વિધાનસભા ચુંટણી થઇ છે. આ દરમિયાન ભાજપે 18 રાજ્યોમાં એકલા અથવા સમર્થનથી સરકાર બનાવી, જયારે કોંગ્રેસ અથવા એમના ગઠબંધનને ફક્ત ચાર રાજ્યોમાં સત્તા મળી. જોકે, આ દરમિયાન ભાજપના એક કરોડથી વધારે વોટ ઘટી ગયા છે. મતલબ કે આ રાજ્યોમાં ભાજપને લોકસભા ચુંટણી કરતા વિધાનસભા ચુંટણીઓમાં વોટ ઘટી ગયા છે. અહી 2014 લોકસભા ચુંટણીમાં મળેલા વોટની તુલના વિધાનસભા ચુંટણી સાથે કરવામાં આવી છે.

ભાજપને લોકસભા ચુંટણીમાં મળેલા વોટ કરતા વિધાનસભા ચુંટણીમાં 1.13 કરોડ વોટ ઘટયા છે. જયરે કોંગ્રેસના 42.21 લાખ વોટ ઘટયા છે. ભાજપના 16 રાજ્યોમાં જયારે 12 રાજ્યોમાં કોંગ્રેસના વોટ ઘટ્યા છે.

Prime Minister Modi and Rahul Gandhi Exit poll 2017 લોકસભા 2019: 2014 બાદ ભાજપને મળી 18 રાજ્યોમાં સત્તા, 1 કરોડ વોટનો ઘટાડો

2014 બાદ 26 રાજ્યોમાંથી ભાજપે 24 રાજ્યોમાં ચુંટણી લડી હતી. નાગાલેંડ અને પોંડીચેરીમાં ભાજપે ચુંટણી લડી નહતી. આમાંથી 16 રાજ્યોમાં ભાજપના વોટ ઘટયા છે. જયારે 8 રાજ્યોમાં ભાજપના લગભગ 34 લાખ વોટ વધ્યા છે.

કોંગ્રેસે 26 રાજ્યોમાં ચુંટણી લડી હતી. આમાંથી 12 રાજ્યોમાં કોંગ્રેસના વોટ પણ ઘટ્યા છે. જયારે 14 રાજ્યોમાં એમની વોટ સંખ્યા 1 કરોડ જેટલી વધી છે.

ભાજપને સૌથી વધારે 36 ટકા વોટનું નુકસાન પશ્ચીમ બંગાળમાં થયું છે. અહી લોકસભા ચુંટણીમાં ભાજપને 86,92,000 વોટ મળ્યા હતા જયારે 2016માં થયેલી વિધાનસભાની ચુંટણીમાં 55,55,000 વોટ મળ્યા હતા.

680494 congress bjp લોકસભા 2019: 2014 બાદ ભાજપને મળી 18 રાજ્યોમાં સત્તા, 1 કરોડ વોટનો ઘટાડો

લોકસભા ચુંટણીમાં કોંગ્રેસને કેરળમાં 55 લાખ 90 હજાર વોટ મળ્યા હતા. જયારે 2016માં થયેલી વિધાનસભાની ચુંટણીમાં 47 લાખ 94 હજાર વોટ મળ્યા હતા.

ભાજપને વોટમાં સૌથી વધારે ફાયદો ત્રિપુરામાં થયો છે. ત્રિપુરામાં લોકસભા ચૂંટણીમાં ભાજપને 1 લાખ 15 હજાર વોટ મળ્યા હતા. જયારે વિધાનસભા ચૂંટણીમાં 9 લાખ 99 હજાર વોટ મળ્યા એટલે 766 ટકાનો વધારો થયો હતો.

કોંગ્રેસને સૌથી વધારે ફાયદો ગુજરાતમાં થયો છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 84 લાખ 86 હજાર વોટ મળ્યા હતા. જયારે 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 1 કરોડ 24 લાખ વોટ મળ્યા હતા.