Not Set/ CBI ધમાસાણ : CVCના રિપોર્ટ પર આલોક વર્મા પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ, મંગળવારે હાથ ધરાશે સુનાવણી

નવી દિલ્હી, લાંચકાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા વિવાદ મામલે શુક્રવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. Supreme Court has fixed the matter for further hearing on Tuesday, November 20. #CBI https://t.co/swtJIq52F7— ANI (@ANI) November 16, 2018 ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈના વડપણ હેઠળની ખંડપીઠ દ્વારા હાથ […]

Top Stories India Trending
65923 midblqrdnh 1503593014 2 1 CBI ધમાસાણ : CVCના રિપોર્ટ પર આલોક વર્મા પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ, મંગળવારે હાથ ધરાશે સુનાવણી

નવી દિલ્હી,

લાંચકાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા વિવાદ મામલે શુક્રવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈના વડપણ હેઠળની ખંડપીઠ દ્વારા હાથ ધરવામાં આવેલી આ સુનાવણીમાં રજા પર મોકલી આપવામાં આવેલા CBIના ટોચના ઓફિસર આલોક વર્માને CVC રિપોર્ટ પર મહત્વની ટિપ્પણી કરવામાં આવી છે અને તેઓ પાસે જવાબ માંગવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા હવે આ રિપોર્ટના પુરા અધ્યન બાદ આગામી સુનાવણી મંગળવારે કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, CVC રિપોર્ટમાં આલોક વર્માને ક્લીન ચિટ આપવામાં આવી નથી અને આ રિપોર્ટ પર ત્રણ ત્રણ જજોની બેંચ દ્વારા જવાબ માંગવામાં આવ્યો છે.

747071 alok verma and rakesh asthanafile 1 CBI ધમાસાણ : CVCના રિપોર્ટ પર આલોક વર્મા પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ, મંગળવારે હાથ ધરાશે સુનાવણી

દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કહેવામાં આવ્યું, વર્માના જવાબ બાદ જ નિર્ણય આપવામાં આવશે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈએ CVC રિપોર્ટને લઈને કહ્યું, “આ રિપોર્ટમાં વર્માને લઈ કેટલીક વાતો સારી, કેટલીક સામાન્ય અને કેટલાક સવાલો ઉભા કરી શકે એવી વાતો રજૂ કરવામાં આવી છે.

કોર્ટે કહ્યું, CVC દ્વારા સીલબંધ કવરમાં રિપોર્ટ સોપવામાં આવ્યો હતો, ત્યારે હવે આ રિપોર્ટનો જવાબ પણ બંધ કવરમાં માંગ્યો છે, કારણ કે અમે CBIની ગરિમા જાળવી રાખવા માંગીએ છીએ.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું, રાકેશ અસ્થાનાને CVC રિપોર્ટ રજૂ કરવાની જરૂરત નથી. આ ઉપરાંત કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું, આલોક વર્મા વિરુધ લગાવેલા કેટલાક આરોપોનું CVC સમર્થન કરતી નથી અને હજી પણ આ મામલે તપાસ કરવાની જરૂરત છે.