Not Set/ છતીસગઢમાં નક્સલીઓએ સળગાવી બે બસો, કોન્સ્ટેબલને મારી ગોળી

છતીસગઢ છતીસગઢના સુકમાંના પેદ્દાકુળતી અને પેંટા ગામની વચ્ચે નક્સલીઓએ બે બસોને સળગાવી. મળતી માહિતી મુજબ સેનામાંથી નિવ્રુત્ત થઈ ચૂકેલા કોન્સ્ટેબલ મુન્ના સોઢીને નક્સલીઓએ સ્થળ પર જ ગોળી મારી હતી. અધિકારના જણાવ્યા મુજબ, બન્ને બસો હૈદરાબાદ જઈ રહી હતી, જેમાં એક બસ જગદાલપૂરથી હૈદરાબાદ જઈ રહી હતી અને બીજી બસ મલ્કાનગિરીથી સુકમાના રસ્તેથી હૈદરાબાદ જઈ રહી […]

India
DXkqzqlW4AAXPn છતીસગઢમાં નક્સલીઓએ સળગાવી બે બસો, કોન્સ્ટેબલને મારી ગોળી

છતીસગઢ

છતીસગઢના સુકમાંના પેદ્દાકુળતી અને પેંટા ગામની વચ્ચે નક્સલીઓએ બે બસોને સળગાવી. મળતી માહિતી મુજબ સેનામાંથી નિવ્રુત્ત થઈ ચૂકેલા કોન્સ્ટેબલ મુન્ના સોઢીને નક્સલીઓએ સ્થળ પર જ ગોળી મારી હતી. અધિકારના જણાવ્યા મુજબ, બન્ને બસો હૈદરાબાદ જઈ રહી હતી, જેમાં એક બસ જગદાલપૂરથી હૈદરાબાદ જઈ રહી હતી અને બીજી બસ મલ્કાનગિરીથી સુકમાના રસ્તેથી હૈદરાબાદ જઈ રહી હતી.

સ્થળ પર હાજર લોકોના જણાવ્યા પ્રમાણે, કોન્સ્ટેબલને પહેલા ગોળી મારી પછી તેની ડેડબોડીને બસમાં નાખીને બસને સળગાવી દીધી. લોકોએ જણાવ્યું હતું કે, પહેલા નક્સલીઓએ બસમાંથી બધા યાત્રીઓને ઉતાર્યા પછી બસને આગ ચાંપી દીધી હતી. ખબર એવી પણ મળી રહી છે કે, ત્યાંથી પસાર થતા ત્રણ ટ્રકોને પણ આગ ચાંપી દીધી હતી.

ઘટના સ્થળ પર પહોંચતા પોલીસ કર્મીઓને સચેત રહેવા પણ કહ્યું હતું. એવું જાણવા મળી રહ્યું છે કે, 2 માર્ચના રોજ તેલંગાના પોલીસ દ્વારા વિજાપુર જીલ્લાના પૂજારી કાંકેડમાં 10 નક્સલીઓને મારી નાખ્યા હતા. જેનો બદલો લેવા માટે તેમને આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે.