Not Set/ આપ નક્કી કરો સુહેલદેવ સાથે છો કે ગઝનવી સાથે : યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આયોજિત પછાત વર્ગ સંમેલનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પછાત વર્ગ આયોગ સંવિધાનિક દરજ્જો અપાવીને પ્રધાનમંત્રીએ એમને ન્યાય આપવાનું કામ કર્યું છે. યોગીએ કહ્યું કે પછાત વર્ગ નક્કી કરે કે તેઓ સુહેલદેવ ને યાદ કરવાવાળાની સાથે રહેશે કે ગઝનવી ને સાથ આપવાવાળાની સાથે. રાજધાની લખનઉમાં રાજભર સમાજ સંમેલનમાં સંબોધન કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે […]

Top Stories India
yogi 7594 આપ નક્કી કરો સુહેલદેવ સાથે છો કે ગઝનવી સાથે : યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આયોજિત પછાત વર્ગ સંમેલનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પછાત વર્ગ આયોગ સંવિધાનિક દરજ્જો અપાવીને પ્રધાનમંત્રીએ એમને ન્યાય આપવાનું કામ કર્યું છે. યોગીએ કહ્યું કે પછાત વર્ગ નક્કી કરે કે તેઓ સુહેલદેવ ને યાદ કરવાવાળાની સાથે રહેશે કે ગઝનવી ને સાથ આપવાવાળાની સાથે.

રાજધાની લખનઉમાં રાજભર સમાજ સંમેલનમાં સંબોધન કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે આજની પેઢી માટે મહારાજા સુહેલદેવ અનુકરણીય છે. યોગીએ કહ્યું કે રાજ્ય સરકારે પછાત વર્ગના 35 લાખ વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિષ્યવૃત્તિ આપી છે. તેમજ બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને બે ઓક્ટોબરે પહેલો અને 26 જાન્યુઆરીએ બીજો હપ્તો મળી જશે.

yogi adityanath આપ નક્કી કરો સુહેલદેવ સાથે છો કે ગઝનવી સાથે : યોગી આદિત્યનાથ

લોકનિર્માણ વિભાગના વિશ્વેશ્વરૈયા સભાગૃહમાં એમણે રાષ્ટ્રવાદના પથ પર આગળ વધતા રહેવા માટે રાજભર સમાજ ને શુભકામના પણ આપી હતી.

વિપક્ષ પર હુમલો કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે જેની પાસે કામ નથી, તેઓ અફવા ફેલાવી રહ્યા છે. અમે બાળકોને જૂતા-મોજા, પુસ્તકો અને સ્કુલ ડ્રેસ આપ્યો. અમે ગરીબોના ઘરે વીજળી, પાણી, ગેસ અને શૌચાલય આપ્યા છે. પાછળની સરકારોએ ગરીબોને બુનિયાદી સુવિધાઓથી વંચિત કર્યા હતા. અમે એ સુવિધાઓ ઘરે-ઘરે પહોંચાડી છે.

આ પહેલા કાર્યક્રમમાં હાજર ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે ભાજપે બધાને સમ્માન આપવાનું કામ કર્યું છે. મૌર્યએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે હું એક ગરીબ ખેડૂતનો પુત્ર છુ. અને ભાજપે મને ઉપમુખ્યમંત્રી બનાવીને સમાજનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે.

એમણે માયાવતી પર હુમલો કરતા કહ્યું કે પછાત વર્ગ આયોગ બની જવાથી માયાવતીને હવે પછાત લોકોની યાદ આવી રહી છે. વિપક્ષ ગભરાયેલો છે. આજ સુધી ગામના લોકોને આવાસ, વીજળી કનેક્શન, શૌચાલય અને ગેસ કનેક્શન નહોતા મળ્યા, પરંતુ ભાજપ સરકાર આવ્યા બાદ આ કામ પણ આસાન થઇ ગયું અને બધાને સરળતાથી સુવિધાઓ મળી રહી છે.