Not Set/ ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સની ચુકવણી ન કરવાના આરોપમાં કોગ્નિઝંટ કંપનીના એકાઉન્ટ કરાયા ફ્રિજ

ચેન્નઈ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) સેક્ટરની દિગ્ગજ કંપની કોગ્નિઝંટની આગામી દિવસોમાં મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નહીં ચૂકવવાના આરોપમાં કોગ્નિઝંટના બેંક એકાઉન્ટ અને ડિપોઝીટ ફ્રિજ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી આયકર વિભાગના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે. ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવ્યા મુજબ, કોગ્નિઝંટ કંપની દ્વારા ટેક્સ ચૂકવ્યા […]

India
BVNN ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સની ચુકવણી ન કરવાના આરોપમાં કોગ્નિઝંટ કંપનીના એકાઉન્ટ કરાયા ફ્રિજ

ચેન્નઈ,

ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) સેક્ટરની દિગ્ગજ કંપની કોગ્નિઝંટની આગામી દિવસોમાં મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નહીં ચૂકવવાના આરોપમાં કોગ્નિઝંટના બેંક એકાઉન્ટ અને ડિપોઝીટ ફ્રિજ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી આયકર વિભાગના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે.

ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવ્યા મુજબ, કોગ્નિઝંટ કંપની દ્વારા ટેક્સ ચૂકવ્યા વગર ભારતીય કંપનીથી પ્રોફીતને ટ્રાન્સફર કર્યું હતું. કોગ્નિઝંટ અપર આરોપ છે કે, જયારે તેઓએ પોતાની પેટન્ટ કંપનીને ૨૦૧૬-૧૭માં ડિવિડન્ડ મોકલ્યું હતું ત્યારે તેઓએ ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ ચૂકવવાનો હતો. પરંતુ આ દરમિયાન કંપની દ્વારા ૨૦ ટકાના દરથી લાગુ થયેલો ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ ચૂકવ્યો ન હતો. જયારે આયકર વિભાગના જણાવ્યા મુજબ, આ રકમ ૨૫૦૦ કરોડ રૂપિયા સુધી પહોચી ચુકી છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ગત સપ્તાહમાં કોગ્નિઝંટ કંપની કેટલાક એકાઉન્ટ ફ્રીજ કરી દીધા હતા. આ ઉપરાંત આયકર વિભાગ દ્બારા કોગ્નીજન્ટ ટેકનોલી સોલ્યુશન્સ કોર્પોરેશન અને કંપનીના મોરેશિયસ યુનિટને પણ નોટિસ ફટકારી છે.

ટેક્સની નોટિસ દ્વારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, કંપની જ્યાં કામ કરે છે ત્યાના કાયદાઓનું પાલન કરતી હોય છે.