Not Set/ કર્ણાટક: જેડી(એસ)-કોંગ્રેસ વચ્ચે મંત્રીપદ મુદ્દે સધાઈ સહમતિ

ઘણાં દિવસોથી ચાલી રહેલી વાતચીત બાદ જેડી(એસ) અને કોંગ્રેસ વચ્ચે કર્ણાટકમાં મંત્રાલયની વહેચણી પર લગભગ સહમતી સધાય ગઈ છે. જેડી(એસ)ના મહાસચિવ દાનીશ અલીના જણાવ્યા મુજબ નાણા મંત્રાલય જેડી(એસ)ને અને ગૃહ મંત્રલાય કોંગ્રેસને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ મંત્રલાય સાથે કોંગ્રેસને ઉચ્ચ શિક્ષા, સ્વાસ્થ્ય, આવાસ અને બેંગ્લોર વિકાસ મન્ત્રાલય મળવાના આસાર છે. જયારે જેડી(એસ)ને […]

Top Stories India Politics
kumaraswamy parameshwara કર્ણાટક: જેડી(એસ)-કોંગ્રેસ વચ્ચે મંત્રીપદ મુદ્દે સધાઈ સહમતિ

ઘણાં દિવસોથી ચાલી રહેલી વાતચીત બાદ જેડી(એસ) અને કોંગ્રેસ વચ્ચે કર્ણાટકમાં મંત્રાલયની વહેચણી પર લગભગ સહમતી સધાય ગઈ છે. જેડી(એસ)ના મહાસચિવ દાનીશ અલીના જણાવ્યા મુજબ નાણા મંત્રાલય જેડી(એસ)ને અને ગૃહ મંત્રલાય કોંગ્રેસને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ મંત્રલાય સાથે કોંગ્રેસને ઉચ્ચ શિક્ષા, સ્વાસ્થ્ય, આવાસ અને બેંગ્લોર વિકાસ મન્ત્રાલય મળવાના આસાર છે. જયારે જેડી(એસ)ને ચિકિત્સા શિક્ષા, કૃષિ અને રાજસ્વ વિભાગ મળવાની સંભાવના છે.

કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે મંત્રીમંડળ વહેચણી મુદ્દે બંને પાર્ટીઓ વચ્ચે સહમતી થઇ ગઈ છે. રાહુલ ગાંધીએ સલાહ આપી હતી અને કોંગ્રેસના નેતાઓએ એના પણ સહમતિની મહોર મારી હતી. જેટલા પણ મંત્રીપદ હશે, સમાન રૂપથી વહેચણી કરવામાં આવશે.

kumaraswamy કર્ણાટક: જેડી(એસ)-કોંગ્રેસ વચ્ચે મંત્રીપદ મુદ્દે સધાઈ સહમતિ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના ઘરે જેડી(એસ) સચિવ દાનીશ અલી સાથે કોંગ્રેસ નેતા અહમદ પટેલ, અશોક ગેહલોત અને કર્ણાટક મામલાઓના પ્રભારી મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાથી સતત સંપર્કમાં છે.

સુત્રોએ જણાવ્યું કે બાકી રહેલ મંત્રીપદોની વહેચણીને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. આ વિશે વાતચીત કરવા માટે કેસી વેણુગોપાલ અને દાનીશ અલી બેંગ્લોર જઈ રહ્યા છે. બેંગ્લોરમાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ જણાવ્યું કે દિલ્હીમાં થયેલી વાતચીત બાબતે તેઓ, જેડી(એસ) સુપ્રીમો દેવગૌડા અને વેણુગોપાલ શુક્રવારે વિચાર-વિમર્શ કરશે, ત્યારબાદ જ કેબિનેટનો વિસ્તાર થવાની સંભાવના છે. એક વરિષ્ટ જેડી(એસ) નેતાએ જન્નાવ્યું કે બંને પાર્ટીઓએ સરકારના સંચાલન માટે સમન્વય સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે.