Not Set/ ..લો હવે રાહુલ ગાંધી બની ગયા “ભગવાન રામ”, જુઓ આ પોસ્ટર

પટના, દેશના રાજકારણમાં ક્યારેય પાર્ટીઓના નેતાઓ દ્વારા કેટલાક અવનવા અંદાજ દર્શાવવામાં આવતા હોય છે, પરંતુ આ વચ્ચે તમને ખબર પડે કે, દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષને ભગવાન રામનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. એક તબક્કે આ વાત અચરજ પરમાડે એવી છે, પરંતુ આ એક સત્ય છે. આજ પ્રકારે થયું છે બિહારના પાટનગર પટનામાં, જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ […]

Top Stories India Trending
FWoG0OZe ..લો હવે રાહુલ ગાંધી બની ગયા "ભગવાન રામ", જુઓ આ પોસ્ટર

પટના,

દેશના રાજકારણમાં ક્યારેય પાર્ટીઓના નેતાઓ દ્વારા કેટલાક અવનવા અંદાજ દર્શાવવામાં આવતા હોય છે, પરંતુ આ વચ્ચે તમને ખબર પડે કે, દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષને ભગવાન રામનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

એક તબક્કે આ વાત અચરજ પરમાડે એવી છે, પરંતુ આ એક સત્ય છે. આજ પ્રકારે થયું છે બિહારના પાટનગર પટનામાં, જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભગવાન રામનું સ્વરૂપ બતાવવાની કોશિશ કરાઈ છે.

હકીકતમાં, લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે એમ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પ્રચારનું બ્યુગલ ફૂંકી દેવામાં આવ્યું છે. આ જ અરસામાં કોંગ્રેસ દ્વારા આગામી ૩ ફેબ્રુઆરીના રોજ પટનામાં એક મહારેલીનું આયોજન કરાયું છે, ત્યારે આ રેલીને લઈ શહેરમાં અનેક પોસ્ટર લગાવાયા છે.

આ પોસ્ટરોમાં ખાસ ચર્ચાનો વિષય રાહુલ ગાંધી છે, જ્યાં તેઓને “ભગવાન રામ”નું રૂપ બતાવાયું છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, “રામ નામ ઝપતે રહો, તુમ બનકર રામ જિયો રે”.