Not Set/ જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં સેનાએ આતંકી પુત્રને ઘેર્યો, ખબર સાંભળતા જ પિતાનું થયું મૃત્યુ…

જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં મંગળવાર સવારથી જ આતંકીઓ અને સેના જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણ માં જવાનોએ 2 આતંકીઓને મોતના ઘાટ ઉતારી દીધા છે. જયારે 5-6 આતંકીઓ હજુ સુધી ઘેરાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાંનો એક આતંકી જીનત નાઇકુ પણ શામેલ છે. પોતાનો પુત્ર ફસાયેલો હોવાની ખબર મળતા જ જીનતના પિતાને […]

Top Stories India
kashmir 2 જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં સેનાએ આતંકી પુત્રને ઘેર્યો, ખબર સાંભળતા જ પિતાનું થયું મૃત્યુ...

જમ્મુ-કાશ્મીર,

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં મંગળવાર સવારથી જ આતંકીઓ અને સેના જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણ માં જવાનોએ 2 આતંકીઓને મોતના ઘાટ ઉતારી દીધા છે. જયારે 5-6 આતંકીઓ હજુ સુધી ઘેરાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાંનો એક આતંકી જીનત નાઇકુ પણ શામેલ છે.

પોતાનો પુત્ર ફસાયેલો હોવાની ખબર મળતા જ જીનતના પિતાને હાર્ટ અટેક આવી ગયો. અને એમનું મૃત્યુ નીપજ્યું હતું.

shopian 1501731124 e1531205562472 જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં સેનાએ આતંકી પુત્રને ઘેર્યો, ખબર સાંભળતા જ પિતાનું થયું મૃત્યુ...

જીનત નાઇકુ શોપિયાંના મેમન્દર ગામનો નિવાસી છે. બે મહિના પહેલા તે આતંકીઓ સાથે જોડાયો હતો. એના ટ્રેપ થવાની ખબર મળતા જ એના પિતાને હાર્ટ અટેક આવ્યો હતો. એમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

kulgam e1531205681662 જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં સેનાએ આતંકી પુત્રને ઘેર્યો, ખબર સાંભળતા જ પિતાનું થયું મૃત્યુ...

જણાવી દઈએ કે મંગળવારે રાતે શરુ થયેલા આ ઓપરેશનમાં 5-6 આતંકીઓ એક ઘરમાં છુપાયેલા છે. સુરક્ષા દળો આસપાસના ઘરોમાંથી લોકોને સુરક્ષિત સ્થાન પર લઇ જવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોની પથ્થરબાજી પર પણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.

સેનાની 34 રાઈફલ્સ, સીઆરપીએફ અને પોલીસના જવાનો તૈનાત છે. અને શોપિયાંના બેમનીપૂરા વિસ્તારમાં ઘેરાબંદી કરી લીધી છે.

608028 jammu and kashmir security forces e1531205740170 જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં સેનાએ આતંકી પુત્રને ઘેર્યો, ખબર સાંભળતા જ પિતાનું થયું મૃત્યુ...

સંયુક્ત સુરક્ષા દળોની ઘેરાબંદી અને ફાયરિંગ બાદ આતંકીઓએ પણ ફાયરિંગ કર્યું હતું. જેમાં બે જવાનો ઘાયલ થયા હતા.
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્તારમાં પાંચ-છ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. એમણે કહ્યું કે આ ગામમાં આતંકીઓ છુપાયા હોવાની પાક્કી ખબર મળી હતી. ત્યારબાદ એ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવા માં આવ્યું હતું।