Not Set/ વડોદરામાં બનશે દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી, મોદી સરકારે આપી લીલી ઝંડી

વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી બનવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે માનવ સંશાધન કૌશલ્ય અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠક બાદ જણાવવામાં આવ્યું કે, યુજીસીની નોવો શ્રેણી નિયમ – ૨૦૧૬ અંતર્ગત વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા […]

Top Stories
pm modi vadodara railway university વડોદરામાં બનશે દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી, મોદી સરકારે આપી લીલી ઝંડી

વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી બનવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે માનવ સંશાધન કૌશલ્ય અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠક બાદ જણાવવામાં આવ્યું કે, યુજીસીની નોવો શ્રેણી નિયમ – ૨૦૧૬ અંતર્ગત વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજુ કરવામાં આવેલ આ વિચાર ભારતીય રેલવેની દિશમાં એક મહત્વપુર્ણ પગલુ સાબિત થશે.

કેબીનેટના નિવદેનમાં જણાવવામાં આવ્યુ કે, એપ્રિલ-૨૦૧૮ સુધીમાં આ યુનિવર્સિટીની સ્થાપનાને લગતી તમામ કાયદાકીય પ્રક્રીયા પુર્ણ કરી લેવામાં આવશે. જ્યારે જુલાઈ ૨૦૧૮થી યુનિવર્સિટીમાં પ્રથમ શૈક્ષણિક શત્ર શરૂ કરી દેવાની યોજના છે. રેલવે મંત્રાલયના કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૮ અંતર્ગત નફો ન કરવાની શરતે કોઈ કંપનીને આ યુનિવર્સિટીનુ સંચાલન સોપવામાં આવશે. સંચાલન કરનાર કંપની યુનિવર્સિટીને જરૂરી નાણાકીય અને માળખાકીય સહાય પુરી પાડશે. તેમજ કુલપતી અને રજીસ્ટ્રારની નિમણૂંક કરશે.  સંચાલન કંપનીથી અલગ એક પ્રોફેશનલ લોકો અને શિક્ષણ નિષ્ણાંતોથી બનેલ સંચાલન બોર્ડ બનાવવામાં આવશે. જેને એકડમીક વહીવટીય નિર્ણય લેવાની પુર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે.

નિવેદનમાં વધુમાં જણાવાયુ છે કે, યુનિવર્સિટીના નિર્માણ માટે વડોદરા સ્તિથ ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડમીની વર્તમાન જમીનનો ઉપયોગ કરવામાં આવશે. આ એક પુર્ણકાલીન સંસ્થા હશે. જેમાં એક સાથે ૩,૦૦૦ હજાર વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે.