Not Set/ પદ્માવતી: કરણી સેનાએ દિપીકા પાદુકોણને શું ધમકી આપી? વાંચો

દિપીકાએ ફિલ્મના વિરોધની ટીકા કરતા કહ્યું હતુ કે કોઈ પણ પદ્માવતીને રિલીઝ થવાથી અટકાવી શકશે નહીં. કરણીસેનાના અધ્યક્ષ લોકેન્દ્ર નાથે આજે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પર ગંભીર આરોપ લગાયા છે. તેમણે કહ્યું કે ફિલ્મ પદ્માવતીમાં હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે ભણસાલીને ફિલ્મ માટે દુંબઈથી ફંડ […]

Entertainment
news16.11.17 5 પદ્માવતી: કરણી સેનાએ દિપીકા પાદુકોણને શું ધમકી આપી? વાંચો

દિપીકાએ ફિલ્મના વિરોધની ટીકા કરતા કહ્યું હતુ કે કોઈ પણ પદ્માવતીને રિલીઝ થવાથી અટકાવી શકશે નહીં. કરણીસેનાના અધ્યક્ષ લોકેન્દ્ર નાથે આજે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પર ગંભીર આરોપ લગાયા છે. તેમણે કહ્યું કે ફિલ્મ પદ્માવતીમાં હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે ભણસાલીને ફિલ્મ માટે દુંબઈથી ફંડ મળ્યુ છે. પદ્માવતી ફિલ્મમાં અભિનેતા રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજી, રાણી પદ્માવતીના પાત્રમાં દિપીકા પાદુકોણ અને શાહિદ કપૂર રાણી પદ્મિનીના પતિ રાજા રત્ન સિંહના પાત્રમાં છે.

કરણીસેનાના અધ્યક્ષ લોકેન્દ્ર નાથે કહ્યું કે અમને ઉશ્કેરવાનું ચાલુ રાખ્યુ તો અમે દિપીકાનું નાક કાપી દઈશુ. તેમણે કહ્યું કે અમે 1 ડિસેમ્બરે ફિલ્મની રિલીઝના દિવસે ભારતબંધનું એલાન પણ કર્યું છે. અગાઉ ફિલ્મની લીડ એકટ્રેસ અને પદ્માવતીનું પાત્ર નિભાવનાર દિપીકા પાદુકોણે કહ્યું હતુ કે ફિલ્મની રિલીઝને કોઈ અટકાવી શકશે નહીં. આ માત્ર પદ્માવતીની નહીં પરંતુ તેની લડત છે. દિપીકાના આ નિવેદન પર ભાજપ નેતા સુબ્રમણ્યન સ્વામીએ તેમને અભણ કહેતા તેમની નાગરિકતા પર પ્રશ્નો ઉઠાવ્યા છે.