Not Set/ હરિયાણા : જમીન કૌભાંડ મામલે રોબર્ટ વાડ્રા અને પૂર્વ CM હુડ્ડા સામે દાખલ કરાઈ FIR

ગુરુગ્રામ, કેન્દ્રમાં કોંગ્રેસની મનમોહન સિંહ અને રાજ્યની હુડ્ડા સરકારના શાસનમાં રોબર્ટ વાડ્રા દ્વારા હરિયાણામાં આચરવામાં આવેલા જમીન ખરીદીના કૌભાંડ મામલે FIR દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજા વાડ્રા વિરુધ કરવામાં આવેલી FIRમાં આરોપ છે કે, “તેઓએ તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને હરિયાણામાં કરોડો રૂપિયાનો ફાયદો પહોચાડવામાં આવ્યો છે”. આ FIRમાં હરિયાણાના પૂર્વ CM […]

Top Stories India Trending
vadra hooda હરિયાણા : જમીન કૌભાંડ મામલે રોબર્ટ વાડ્રા અને પૂર્વ CM હુડ્ડા સામે દાખલ કરાઈ FIR

ગુરુગ્રામ,

કેન્દ્રમાં કોંગ્રેસની મનમોહન સિંહ અને રાજ્યની હુડ્ડા સરકારના શાસનમાં રોબર્ટ વાડ્રા દ્વારા હરિયાણામાં આચરવામાં આવેલા જમીન ખરીદીના કૌભાંડ મામલે FIR દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજા વાડ્રા વિરુધ કરવામાં આવેલી FIRમાં આરોપ છે કે, “તેઓએ તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને હરિયાણામાં કરોડો રૂપિયાનો ફાયદો પહોચાડવામાં આવ્યો છે”.

આ FIRમાં હરિયાણાના પૂર્વ CM ભુપેન્દ્રસિંહ હુદ્દ્ડા, DLF ગુરુગ્રામ અને સ્કાઈલાઈટ હોસ્પિટલીટીનું પણ નામ છે.

robertvadra 1481952716 હરિયાણા : જમીન કૌભાંડ મામલે રોબર્ટ વાડ્રા અને પૂર્વ CM હુડ્ડા સામે દાખલ કરાઈ FIR
national-fir-registered-against-robert-vadra-haryana-cm-bhupinder-singh-hooda

રોબર્ટ વાડ્રા ઉપરાંત હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુદ્દ્ડા સામે પણ FIR દાખલ કરાઈ છે. તેઓ પ આરોપ છે કે, પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન હુડ્ડાએ વાડ્રાને જમીન અપાવી કરોડો રૂપિયાનો ફાયદો પહોચાડ્યો છે.

૩.૫ એકર ૭.૫૦ કરોડમાં લઈને વેચાઈ ૫૮ કરોડમાં 

રોબર્ટ વાડ્રા વિરુધ FIR ગુરુગ્રામના ખેડકી દૌલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. વાડ્રાની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટલીટી પ્રાઈવેટ લિમિટેડ પર ગુરુગ્રામના સેક્ટર ૮૩માં ૩.૫ એકર જમીન ઓન્કરેસ્વર પ્રોપર્ટીજ પાસેથી વર્ષ ૨૦૦૮માં ૭.૫૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. જો કે જે સમયે આ જમીન ખરીદવામાં આવી ત્યારે હુડ્ડા રાજ્યના મુખ્યમંત્રી હતા અને તેઓ પાસે આવાસ અને શહેરી આયોજન વિભાગ પણ હતું.

robert vadra હરિયાણા : જમીન કૌભાંડ મામલે રોબર્ટ વાડ્રા અને પૂર્વ CM હુડ્ડા સામે દાખલ કરાઈ FIR
national-fir-registered-against-robert-vadra-haryana-cm-bhupinder-singh-hooda

FIRમાં કહેવામાં આવ્યું છે કે, સ્કાઈલાઈટ પછી હુડ્ડાના પ્રભાવથી કોલોનીના વિકાસ માટે કમર્શિયલ લાઈસન્સ પ્રાપ્ત કરવા આ જમીન DLFને ૫૮ કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરીને ગુરુગ્રમના વજીરાબાદમાં DLFને ૩૫૦ એકર જમીન વેચવાનો પણ આરોપ છે, જેથી આ રિયલ એસ્ટેટ કંપનીને ૫૦૦૦ કરોડ રૂપિયાનો લાભ પહોચ્યો હતો.

IPCની આ ધારાઓ હેઠળ દાખલ કરાઈ FIR

રોબર્ટ વાડ્રા વિરુધ દાખલ કરવામાં આવેલી FIRમાં IPCની ધારા ૪૨૦, ધારા ૧૨૦ B, ધારા ૪૬૭, ધારા ૪૬૮, ધારા ૪૭૧ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એકત ૧૯૮૮ની ધારા ૧૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

19 53 હરિયાણા : જમીન કૌભાંડ મામલે રોબર્ટ વાડ્રા અને પૂર્વ CM હુડ્ડા સામે દાખલ કરાઈ FIR
national-fir-registered-against-robert-vadra-haryana-cm-bhupinder-singh-hooda

ખટ્ટર સરકાર દ્વારા ગઠિત કરાઈ હતી તપાસ સમિતિ

મહત્વનું છે કે, રોબર્ટ વાડ્રા દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડ મામલે ભાજપના નેતૃત્વવાળી ખટ્ટર સરકાર દ્વાર ૧૪ મે, ૨૦૧૫ના રોજ એક તપાસ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિટીનું  ગઠન જસ્ટિસ એસ એન ઢીંગરા આયોગ હેઠળ કરાયું હતું.