Not Set/ મોદી સરકારના આ પૂર્વ અધિકારીએ ફોડ્યો એટોમ બોમ્બ, કહ્યું, “GSTનું અમલીકરણ દેશ માટે છે બોજો”

નવી દિલ્હી, ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલા એક સમાન કર GST (ગુડ્સ એન્ડ સર્વિસ સેક્ટર)ને લઈ અનેક સવાલો સામે આવી ચુક્યા છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પણ આ GSTને “ગબ્બર સિંહ ટેક્સ” કહીને હુમલો બોલવામાં આવ્યો છે, ત્યારે હવે આ મામલે મોદી સરકારમાં જ રહેલા પૂર્વ આર્થિક સલાહકાર […]

Top Stories India Trending
maxresdefault 2 મોદી સરકારના આ પૂર્વ અધિકારીએ ફોડ્યો એટોમ બોમ્બ, કહ્યું, "GSTનું અમલીકરણ દેશ માટે છે બોજો"

નવી દિલ્હી,

૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલા એક સમાન કર GST (ગુડ્સ એન્ડ સર્વિસ સેક્ટર)ને લઈ અનેક સવાલો સામે આવી ચુક્યા છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પણ આ GSTને “ગબ્બર સિંહ ટેક્સ” કહીને હુમલો બોલવામાં આવ્યો છે, ત્યારે હવે આ મામલે મોદી સરકારમાં જ રહેલા પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે સરકાર પર નિશાન સાધ્યું છે.

અરવિંદ સુબ્રમણ્યમે વર્તમાન મોદી સરકાર પર હુમલો બોલતા કહ્યું હતું કે, “નોટબંધી લાગુ કર્યા બાદ દેશમાં GSTનું અમલીકરણ એક પ્રકારનો આંશિક બોજો હતો. આ કારણે સમાન ક્ષેત્રો માટે અવરોધરૂપ હતા”.

“ઓફ કાઉન્સિલ” : “ધ ચેલેન્જ ઓફ ધ મોદી-જેટલી ઈકોનોમી”ના વિમોચન દરમિયાન તેઓએ “GST” અને નોટબંધીને લઇ સરકાર પર ઠીકરું ફોડ્યું હતું.

આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, “GST અને નોટબંધીના કારણે દેશની અર્થવ્યવસ્થાની ઝડપ ઘટી છે. બજેટમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી રેવેન્યુની ભરપાઈનો લક્ષ્ય તર્કસંગત નથી”.

પૂર્વ આર્થિક સલાહકારે GST ટેક્સ કલેક્શન અંગે કહ્યું, “બજેટમાં GST ટેક્સના કલેક્શન અંગેનો જે લક્ષ્ય રાખવામાં આવ્યો છે તે વ્યવહારિક નથી. હું સ્પષ્ટપણે કહેવા માંગું છું કે, બજેટમાં GST માટે કોઈ તર્ક વગરનો જ લક્ષ્ય રાખવામાં આવ્યો છે”.