Not Set/ રાફેલની 4 ફાઈલો 4 દિવસ માટે આપો, બધાને જેલ મોકલી આપીશ – કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કેન્દ્રની ભાજપ સરકારને જેલ મોકલી દેવાની ધમકી આપી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, એમને ફક્ત ચાર દિવસ માટે રાફેલ વિમાન સોદા સાથે સંબંધિત ચાર ફાઈલો આપી દેવામાં આવે તો, ભાજપી નેતાઓને જેલ મોકલી દેશે. કેજરીવાલે આગળ જણાવ્યું કે,  કેન્દ્રએ એમની સરકારની 400 ફાઈલોની તપાસ કરી છે, એની બદલે રાફેલ સોદાની […]

Top Stories India
રાફેલની 4 ફાઈલો 4 દિવસ માટે આપો, બધાને જેલ મોકલી આપીશ - કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કેન્દ્રની ભાજપ સરકારને જેલ મોકલી દેવાની ધમકી આપી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, એમને ફક્ત ચાર દિવસ માટે રાફેલ વિમાન સોદા સાથે સંબંધિત ચાર ફાઈલો આપી દેવામાં આવે તો, ભાજપી નેતાઓને જેલ મોકલી દેશે.

કેજરીવાલે આગળ જણાવ્યું કે,  કેન્દ્રએ એમની સરકારની 400 ફાઈલોની તપાસ કરી છે, એની બદલે રાફેલ સોદાની ફક્ત 4 ફાઈલો એમને જોવા મળે.

kejriwal main1 e1539698626304 રાફેલની 4 ફાઈલો 4 દિવસ માટે આપો, બધાને જેલ મોકલી આપીશ - કેજરીવાલ

પોતાની પાર્ટીના દાન અભિયાનની શરૂઆત કરવાના સમયે આપ સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મને ફક્ત 4 દિવસ માટે ચાર ફાઈલો દેખાડવાની જરૂર છે, જેમાં રાફેલ સોદાની ફાઈલ સામેલ છે. હું એમને જીવનભર માટે જેલમાં મોકલી દઈશ.

કેજરીવાલે કથિત ભ્રષ્ટાચારને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ હુમલો કર્યો હતો. એમણે દાવો કર્યો કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની આપ સરકાર છેલ્લા 70 વર્ષોમાં દેશની સૌથી ઈમાનદાર સરકાર છે.