Not Set/ JEE NEET પરીક્ષાઓ માટે મફત કોચિંગ ઉપલબ્ધ કરાવશે સરકાર

ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે આગામી વર્ષે 2019થી ઉચ્ચ શિક્ષણ માટે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત સરકારી કોચિંગ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ શક્ય બનશે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના કારણે, જેનુ ગઠન સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશ માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજન કરવા માટે કર્યુ છે. મફત […]

Top Stories India
kotaclass e1369410253542 652039648 JEE NEET પરીક્ષાઓ માટે મફત કોચિંગ ઉપલબ્ધ કરાવશે સરકાર

ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે આગામી વર્ષે 2019થી ઉચ્ચ શિક્ષણ માટે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત સરકારી કોચિંગ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ શક્ય બનશે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના કારણે, જેનુ ગઠન સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશ માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજન કરવા માટે કર્યુ છે.

neet JEE NEET પરીક્ષાઓ માટે મફત કોચિંગ ઉપલબ્ધ કરાવશે સરકાર

મફત સરકારી કોચિંગ માટે એનટીએ (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) પોતાના 2697 પ્રોજેક્ટ સેન્ટરોને આગામી વર્ષથી ટીચિંગ સેન્ટરોમાં ફેરવી દેશે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય સાથે સંકળાયેલ એક અધિકારીએ જણાવ્યુ કે, આ પ્રોજેક્ટ સેન્ટર 8 સપ્ટેમ્બરથી કામ કરવાનુ શરુ કરશે.

આ પ્રાઈવેટ કોચિંગ સેન્ટરો માટે ખરાબ સમાચાર છે, જે વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ વસુલીને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરાવે છે. આ કોચિંગ સેન્ટરમાં ટીચિંગ પ્રોસેસ મે 2019થી શરુ થશે. પ્રથમ તબક્કામાં એનટીએ આવનાર જેઈઈ-મેન માટે વિદ્યાર્થીઓનો મોક ટેસ્ટ કરાવશે.

neet 1 e1535640035672 JEE NEET પરીક્ષાઓ માટે મફત કોચિંગ ઉપલબ્ધ કરાવશે સરકાર

જે વિદ્યાર્થી મોબાઈલ એપ અને વેબસાઈટ મારફતે એનટીએ માટે રજિસ્ટર કરાવશે, તે નેશનલ એલિજિબીલીટી કમ-એન્ટરન્સ ટેસ્ટ-યુજી (નીટયુજી) અને યુજીસી-નેટ માટે આયોજિત કરવામાં આવનાર મોક પરીક્ષામાં ભાગ લઈ શકે છે. આ પ્રોજેક્ટ સેન્ટરો પર થનાર મોક પરીક્ષામાં સ્લોટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ મોબાઈલ એપ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પરથી રજિસ્ટર કરાવવુ પડશે.