Not Set/ “GST”ના પ્રચાર માટે સરકારે એટલા રૂ. કર્યો ખર્ચ, કે જે આંકડો જાણીને રહી જશો દંગ

નવી દિલ્હી, વર્ષ ૨૦૧૪માં સત્તા પર બિરાજમા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી નિર્ણયોમાનો એક નિર્ણય એટલે કે એક સમાન કર “GST”. દેશભરમાં ટેક્સની પ્રણાલીને એક કરવા માટે પીએમ મોદી દ્વારા ગત ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ રાત્રે ૧૨ વાગ્યે સંસદમાં GST લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે આ જે આ પ્રણાલીને એક વર્ષથી પણ વધુ સમય […]

Top Stories India Trending
661227 gst 020318 "GST"ના પ્રચાર માટે સરકારે એટલા રૂ. કર્યો ખર્ચ, કે જે આંકડો જાણીને રહી જશો દંગ

નવી દિલ્હી,

વર્ષ ૨૦૧૪માં સત્તા પર બિરાજમા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી નિર્ણયોમાનો એક નિર્ણય એટલે કે એક સમાન કર “GST”.

દેશભરમાં ટેક્સની પ્રણાલીને એક કરવા માટે પીએમ મોદી દ્વારા ગત ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ રાત્રે ૧૨ વાગ્યે સંસદમાં GST લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે આ જે આ પ્રણાલીને એક વર્ષથી પણ વધુ સમય થયો છે.

699641 589269 gst pm modi pranab mukherjee dna photo "GST"ના પ્રચાર માટે સરકારે એટલા રૂ. કર્યો ખર્ચ, કે જે આંકડો જાણીને રહી જશો દંગ
national-gst-one-nation-one-tax-modi-government-advertisments-expense-132 cr., pm modi

શું તમે જાણો છો કે, આ GSTના પ્રચાર-પ્રસાર મારે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આ એક કડવું સત્ય છે.

આ અંગે કરવામાં આવેલી એક RTI દ્વારા જાણકારી સામે આવી છે કે, GSTના પ્રચાર માટે ૧૩૨.૩૮ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

RTIમાં થયો ખુલાસો

કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતી એક “બ્યૂરો ઓફ આઉટરીચ એન્ડ કોમ્યુનિકેશન” દ્વારા કરવામાં આવેલી RTIમાં આ આંકડો સામે આવ્યો છે. એન્જસી દ્વારા આ અંગે ૯ ઓગષ્ટના રોજ આ જાણકારી આપવામાં આવી હતી.

1499231264 ZmuqRA 69522 "GST"ના પ્રચાર માટે સરકારે એટલા રૂ. કર્યો ખર્ચ, કે જે આંકડો જાણીને રહી જશો દંગ
national-gst-one-nation-one-tax-modi-government-advertisments-expense-132 cr., pm modi

બ્યુરો દ્વારા RTIના જાણવામાં આવ્યું કે, સરકાર તરફથી પત્ર – પત્રિકાઓમાં GST માટે જે વિજ્ઞાપન આપવામાં આવ્યા છે, જેમાં ૧,૨૬,૯૩,૯૭,૧૨૧ રૂપિયાનો ખર્ચ થયો છે.

જયારે ઇલેક્ટ્રોનિક TV મીડિયાની વાત કરવામાં આવે તો, આ માટે કોઈ ખર્ચ બતાવવામાં આવ્યો નથી. જયારે અન્ય ખર્ચમાં ૫,૪૪,૩૫,૫૦૨ રૂપિયા ખર્ચ કરાયા હતા.

૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ લાગુ કરાયો હતો GST 

GST card HERO "GST"ના પ્રચાર માટે સરકારે એટલા રૂ. કર્યો ખર્ચ, કે જે આંકડો જાણીને રહી જશો દંગ
national-gst-one-nation-one-tax-modi-government-advertisments-expense-132 cr., pm modi

મહત્વનું છે કે, GSTને દેશભરમાં દ્વારા ગત ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યારસુધીમાં GST કાઉન્સિલની ઘણી બેઠકો મળી ચુકી છે. આ બેઠકોમાં પણ GST અંગેના મહત્વના ફેરફાર કરવામાં આવી ચુક્યા છે.

રાહુલ ગાંધીએ ગણાવ્યો “ગબ્બર સિંહ ટેક્સ”

બીજી બાજુ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા GST મુદ્દે સતત સરકાર ઘેરવામાં આવી ચુકી છે, તો કોન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા GSTને “ગબ્બર સિંહ ટેક્સ” તરીકે જણાવ્યો હતો.