Not Set/ હેલીકોપ્ટરમાંથી જોઈ શકશો સ્ટેચ્યુ ઓફ યુનિટીને, ખર્ચવા પડશે આટલા રૂપિયા

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે હેલીકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાને જોવાનો લ્હાવો તમે હેલીકોપ્ટરમાંથી લઇ શકશો. હેલીકોપ્ટરની મદદથી આ પ્રતિમાને હવે તમે નજીકથી જોઈ શકશો. રવિવારે ૧૦ મિનીટની આ હેલીકોપ્ટર રાઈડને લોન્ચ […]

Top Stories Gujarat India Trending
bnld2vdg statue of હેલીકોપ્ટરમાંથી જોઈ શકશો સ્ટેચ્યુ ઓફ યુનિટીને, ખર્ચવા પડશે આટલા રૂપિયા

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે હેલીકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાને જોવાનો લ્હાવો તમે હેલીકોપ્ટરમાંથી લઇ શકશો. હેલીકોપ્ટરની મદદથી આ પ્રતિમાને હવે તમે નજીકથી જોઈ શકશો.

રવિવારે ૧૦ મિનીટની આ હેલીકોપ્ટર રાઈડને લોન્ચ કરવામાં આવી હતી. અત્યાર સુધી આ હેલીકોપ્ટર સેવાનો  લાભ ૫૯ લોકો અને ૬ મીડિયા પર્સન લઇ ચુક્યા છે.આ ૧૦ મિનીટની સવારી માટે તમારે ૨૯૦૦ રૂપિયા ખર્ચવા પડશે.

૩૧ ઓક્ટોમ્બરના રોજ પીએમ મોદીએ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાને દુનિયા સમક્ષ મૂકી હતી. દિવાળીની રજાઓમાં પણ અહી ભારે ઘસારો જોવા મળ્યો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રતિમા ખુલ્લી મુકાયા બાદ માત્ર ૧૧ દિવસોમાં જ ૧.૩ લાખ ટુરિસ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સ્ટેચ્યુ ગુજરાતનું સૌથી મનપસંદ ફરવાલાયક સ્થળ બની ગયું છે.અહી રોજના ૧૫ હજારથી પણ વધારે ટુરિસ્ટ આવે છે.