Not Set/ શિમલા: બેકાબૂ થયેલી જીપ ખીણમાં ખાબકતા ૧૩ લોકોના મોત, ૨ ઘાયલ

શિમલા, હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક બેકાબૂ બનેલી જીપ ખીણમાં ખાબકી હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં અત્યારસુધીમાં ૧૩ લોકોના મોત થયા છે તેમજ ૨ ઘાયલ થયા છે. જયારે આ આંકડો હજી આગળ વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. #UPDATE: Death toll rises to 13 in jeep accident near Sanail […]

Top Stories India Trending
shimla શિમલા: બેકાબૂ થયેલી જીપ ખીણમાં ખાબકતા ૧૩ લોકોના મોત, ૨ ઘાયલ

શિમલા,

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક બેકાબૂ બનેલી જીપ ખીણમાં ખાબકી હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં અત્યારસુધીમાં ૧૩ લોકોના મોત થયા છે તેમજ ૨ ઘાયલ થયા છે. જયારે આ આંકડો હજી આગળ વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

શિમલાના સનૈલ વિસ્તારમાં એક જીપ બેકાબુ થઇ ગઈ હતી અને ખીણમાં ખાબકી હતી. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે પહોચ્યું છે અને રાહત બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે.

આ દર્દનાક ઘટના અંગે જણાવતા શિમલાના ડેપ્યુટી કમિશનર અમિત કશ્યપે જણાવ્યું હતું કે, “આ જીપ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ બોર્ડર પાસે કુડ્ડું વિસ્તારમાં દુર્ઘટનાનો શિકાર બની હતી”

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “આ જીપમાં સવાર તમામ લોકો હિમાચલ પ્ર્રદેશથી ઉત્તરાખંડ માટે રવાના થયા હતા. આ દરમિયાન જુબ્બલ પાસે આ વાહન બેકાબુ થઇ ગઈ હતી અને આ કારણે આ જીપમાં સવાર ૧૩ લોકોના મોત નીપજ્યા છે, જયારે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી રહ્યા છે”.