Not Set/ RSSએ મને આમંત્રણ આપ્યું હોત તો હું પણ કાર્યક્રમમાં જાત : દિગ્વિજય સિંહ

નવી દિલ્હી,  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ૭ જૂન ગુરુવારના રોજ યોજાયેલા પ્રશિક્ષણ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ટ નેતા પ્રણવ મુખર્જી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ તેઓની આ મુલાકાતને લઇ પાર્ટીના ઘણા નેતાઓએ આ ઉપસ્થિતિ અંગે સવાલો ઉભા કર્યા હતા. ત્યારે હવે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે પ્રણવ મુખર્જીના સંઘ કાર્યાલય જવાના નિર્ણયનો બચાવ કરી તેમનો પક્ષ લીધો છે. દિગ્વિજયસિંહે […]

Top Stories India
569111 555968 462531 digvijay singh zee RSSએ મને આમંત્રણ આપ્યું હોત તો હું પણ કાર્યક્રમમાં જાત : દિગ્વિજય સિંહ

નવી દિલ્હી, 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ૭ જૂન ગુરુવારના રોજ યોજાયેલા પ્રશિક્ષણ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ટ નેતા પ્રણવ મુખર્જી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ તેઓની આ મુલાકાતને લઇ પાર્ટીના ઘણા નેતાઓએ આ ઉપસ્થિતિ અંગે સવાલો ઉભા કર્યા હતા. ત્યારે હવે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે પ્રણવ મુખર્જીના સંઘ કાર્યાલય જવાના નિર્ણયનો બચાવ કરી તેમનો પક્ષ લીધો છે.

દિગ્વિજયસિંહે પ્રણવ મુખર્જીના આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપવા અંગે જણાવ્યુ હતું કે, “જો આરએસએસ મને આમંત્રણ આપતુ તો હું પણ તે કાર્યક્રમમાં જતો”.

બીજી બાજુ, કોંગ્રેસના વરિષ્ટ નેતા દિગ્વિજયસિંહનુ આ નિવેદન મધ્યપ્રદેશની મહત્વની વિધાનસભાની ચુંટણી પહેલા આવ્યુ છે, જેને લઈ રાજકારણ ગરમાયુ છે. જો કે દિગ્વિજયસિંહે આરએસએસ પર આતંકવાદને વધારવાનો આરોપ પણ લગાવ્યો છે.

એક અગ્રણી સમાચાર પત્ર સાથેની વાતચીત દરમિયાન દિગ્વિજયસિંહે જણાવ્યુ હતું કે, “જો આરએસએસ મને આમંત્રણ આપતુ તો હું પણ તેમના કાર્યક્રમમાં ભાગ લેતો. આરએસએસ સરસંઘચાલકની સાથે મંચ શેર કરવો એમાં શું ખરાબી છે ? હું ત્યાં જતો અને તેમને સત્ય હકીકત અંગે અવગત કરાવતો અને પોતાની વિચારધારાને તમામ સમક્ષ રાખતો”.

જો કે દિગ્વિજયસિંહે એ વાતને માનવાનો ઈન્કાર કરી દીધો કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તરફથી આરએસએસનુ આમંત્રણ સ્વીકાર કરવુ ખોટુ પગલુ હતું.

તેઓએ જણાવ્યુ કે, આમંત્રણ આપવુ અને તેને સ્વીકારવુ ખોટુ પગલુ ન હતુ. જો મને આમંત્રણ હોત તો હું પણ જાત, પરંતુ હું આપણી વિચારધારા તેમની સમક્ષ મુકતો.

ગત ૭ જૂનના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ RSSના કાર્યક્રમમાં રહ્યા હતા હાજર

મહત્વનું છે કે, ગત ૭ જૂન, ગુરુવારના રોજ યોજાયેલા પ્રશિક્ષણ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન તેઓએ ૩૦ મિનિટ સુધી આ કાર્યક્રમમાં હાજર રહેનારા મોહન ભાગવત તેમજ અન્ય ૭૦૦ જેટલા સ્વયં સેવકોને સંબોધ્યા હતા.

બીજી બાજુ આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ અને સી કે જાફર દ્વારા પણ પ્રણવ મુખર્જીને પત્ર લખીને કાર્યક્રમમાં જવા માટેના નિર્ણય પર વિચાર કરવા કહ્યું હતું. જયરામ રમેશે જણાવ્યું, “તેઓએ પૂર્વ રાષ્ટ્રપતિને લખ્યું હતું કે, તેઓ જેવા વિધવાન અને સેક્યુલર વ્યક્તિને આરએસએસ સાથે નિકટતા ન રાખવી જોઈએ. RSSના કાર્યક્રમમાં જવાથી દેશમાં સેક્યુલર માહોલ પર ખોટી અસર પડતી હોય છે.