Not Set/ મોદી સરકાર માટે આવ્યા “ગુડ ન્યુઝ”, ૨૦૧૮-૧૯માં ૭.૩ ટકા રહેશે દેશનો વિકાસ દર

નવી દિલ્હી, કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી મોદી સરકાર માટે વર્લ્ડ બેંક તરફથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. વર્લ્ડ બેંક દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ભારત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહેશે. According to the World Bank, India's Gross Domestic Product (GDP) will grow at 7.3 per cent during the […]

Top Stories Trending Business
મોદી સરકાર માટે આવ્યા "ગુડ ન્યુઝ", ૨૦૧૮-૧૯માં ૭.૩ ટકા રહેશે દેશનો વિકાસ દર

નવી દિલ્હી,

કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી મોદી સરકાર માટે વર્લ્ડ બેંક તરફથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. વર્લ્ડ બેંક દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ભારત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહેશે.

વર્લ્ડ બેન્કના એક રિપોર્ટ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો દર ૭.૩ ટકા રહેવાનો અનુમાન છે. જયારે ભારતની તુલનામાં ચીનનો વિકાસ દર ૬.૩ ટકા રહેવાની આશા છે.

“ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ ડાર્કનિંગ સ્કાઈજ” ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નાણાકીય વર્ષમાં દુનિયાના મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી રહેશે.

dc Cover u68v063i2cv43fsjprva9ptp44 20170324101606.Medi મોદી સરકાર માટે આવ્યા "ગુડ ન્યુઝ", ૨૦૧૮-૧૯માં ૭.૩ ટકા રહેશે દેશનો વિકાસ દર

જો કે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને દક્ષિણ એશિયાના ક્ષેત્રો માટે એક ઉજ્વલ તસ્વીર જોવા મળી છે.

વર્લ્ડ બેન્કના આ રિપોર્ટમાં પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને નોટબંધીના નિર્ણયને આવકારવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી ઇનફોર્મલ ક્ષેત્રને ફોર્મલ ક્ષેત્રોમાં બદલવામાં માટે પ્રોત્સાહિત કર્યું છે.