Not Set/ 2014 બાદ દેશની અર્થવ્યવસ્થાએ ખોટી દિશામાં લગાવી લાંબી છલાંગ: નોબલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી

નવી દિલ્હી, પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કહ્યું છે કે ભારત ઝડપથી વધવા વાળી અર્થવ્યવસ્થા હોવા છતાં પણ 2014થી ખોટી દિશામાં લાંબી છલાંગ લગાવી છે. એમણે કહ્યું કે આપણે ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થામાં પાછળની તરફ જઈ રહ્યાં છીએ. અમુક ચીજો ખુબ ખરાબ થઇ છે. 2014થી ખોટી દિશામાં છલાંગ લગાવી છે. નોબલ પ્રાઈઝથી સમ્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને […]

Top Stories India Business
dc Cover psiif6h8l88vi7vr8p740duru0 20170712150229.Medi 2014 બાદ દેશની અર્થવ્યવસ્થાએ ખોટી દિશામાં લગાવી લાંબી છલાંગ: નોબલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી

નવી દિલ્હી,

પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કહ્યું છે કે ભારત ઝડપથી વધવા વાળી અર્થવ્યવસ્થા હોવા છતાં પણ 2014થી ખોટી દિશામાં લાંબી છલાંગ લગાવી છે. એમણે કહ્યું કે આપણે ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થામાં પાછળની તરફ જઈ રહ્યાં છીએ. અમુક ચીજો ખુબ ખરાબ થઇ છે. 2014થી ખોટી દિશામાં છલાંગ લગાવી છે.

economy and growth e1531126726601 2014 બાદ દેશની અર્થવ્યવસ્થાએ ખોટી દિશામાં લગાવી લાંબી છલાંગ: નોબલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી

નોબલ પ્રાઈઝથી સમ્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને એમના પુસ્તક ભારત ઔર ઉસકે વિરોધાભાસના લોન્ચ સમયે આ વાત કરી હતી. આ પુસ્તક એમણે અર્થશાસ્ત્રી જ્યોં ડ્રેઝ સાથે મળીને લખી છે. એમણે કહ્યું કે વિસ વર્ષ પહેલા છ દેશો ભારત, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂટાનમાંથી શ્રીલંકા બાદ ભારત બીજો સૌથી સારો દેશ હતો. હવે બીજો સૌથી ખરાબ દેશ બની ગયો છે. પાકિસ્તાને આપણને સૌથી ખરાબ બનવાથી બચાવી રાખ્યા છે.

અર્થશાસ્ત્રીએ જણાવ્યું કે સરકાર અસમાનતા અને જાતિ વ્યવસ્થાના મુદ્દાને અવગણી રહી છે. અને અનુસૂચિત જનજાતિઓ ને અલગ રાખવામા આવે છે. એમણે કહ્યું કે એવા લોકો પણ છે જેઓ શૌચાલય અને મેલું હાથોથી સાફ કરે છે. એમની માંગ અને જરૂરતોને અવગણવામાં આવી રહી છે.

Budget2016 economy growth GDP e1489547760529 770x433 e1531126832377 2014 બાદ દેશની અર્થવ્યવસ્થાએ ખોટી દિશામાં લગાવી લાંબી છલાંગ: નોબલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી

ભાજપ સરકારને આડે હાથ લેતા એમને કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામ સમયે હિન્દૂ ઓળખાણ દ્વારા રાજનીતિક લડાઈ જીતી શકાય છે એ માનવું મુશ્કેલ હતું. પરંતુ હવે એવું થઇ શકે છે. એમણે કહ્યું કે એવું થયું છે. એ જ કારણ છે કે આ સમયે વિપક્ષી એકતાનો મુદ્દો મહત્વનો છે. સેને કહ્યું કે આ એક પ્રતિષ્ઠાન વિરુદ્ધ અન્યની લડાઈ નથી. મોદી વિરુદ્ધ રાહુલની લડાઈ પણ નથી. આ મુદ્દો છે કે ભારત શું છે.