Not Set/ જીગ્નેશ મેવાણીની દિલ્હીની રેલીને પોલિસે પરવાનગી ના આપી

ગુજરાતના દલિત સમાજના નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને દિલ્હીમાં જનસભા અને રેલી કાઢવા માટે પોલિસે પરવાનગી આપી નથી. આપને જણાવી દઈએ કે, મંગળવારે દિલ્હીમાં તેઓ જનસભા અને રેલીને સંબોધિત કરવાના હતા પરંતુ હવે આ રેલીને દિલ્હી પોલીસે મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જીગ્નેશ મેવાણી દિલ્હી સ્થિત પાર્લામેન્ટ સ્ટ્રીટ પર એક રેલી કાઢવાના હતા. આ […]

India
jignesh જીગ્નેશ મેવાણીની દિલ્હીની રેલીને પોલિસે પરવાનગી ના આપી

ગુજરાતના દલિત સમાજના નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને દિલ્હીમાં જનસભા અને રેલી કાઢવા માટે પોલિસે પરવાનગી આપી નથી. આપને જણાવી દઈએ કે, મંગળવારે દિલ્હીમાં તેઓ જનસભા અને રેલીને સંબોધિત કરવાના હતા પરંતુ હવે આ રેલીને દિલ્હી પોલીસે મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

જીગ્નેશ મેવાણી દિલ્હી સ્થિત પાર્લામેન્ટ સ્ટ્રીટ પર એક રેલી કાઢવાના હતા. આ કાર્યક્રમમાં દલિત સમાજ પર થઇ રહેલા હુમલા, શિક્ષણ,રોજગાર અને ન્યાય જેવી બાબતો પર તેઓ પ્રશ્ન ઉઠાવના હતા.

આ રેલી વિશે જીગ્નેશે થોડા દિવસ અગાઉ ટવીટર એકાઉન્ટ પણ જાણ કરી દીધી હતી. તેમણે લખ્યું હતું કે, સામાજિક ન્યાય માટે યુવા રેલી યોજાશે. જો જીગ્નેશ અનુમતિ વિરુદ્ધ રેલી કાઢશે તો તેમના પર કાનૂની કાર્યવાહી થશે તેવું દિલ્હી પોલીસે ઉમેર્યું હતું.