Not Set/ બે સાઉથના સુપરસ્ટારોની હવે રાજકારણના પડદે થશે ટક્કર

તમિલનાડુમાં બે સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસન દિગ્ગજ અભીનેતાઓ ચુંટણીની જંગમાં ઉતરવાના છે. સુપરસ્ટાર રજનીકાંતે ચુંટણી પ્રચાર શરૂ દીધો છે, જયારે કમલ હસન તમિલનાડુના રામાનતપુરમ ખાતે 21 મી ફેબ્રુઆરીના રોજ તેમના રાજકીય પક્ષનું નામ જાહેર કરશે અને તે જ દિવસે ચુંટણી પ્રચાર શરૂ કરશે. કમલ હસને કહ્યું કે, ચુંટણી પ્રવાસ દ્વારા તેઓ પોતાની જાતને લોકો […]

India
rajini kamal PTI બે સાઉથના સુપરસ્ટારોની હવે રાજકારણના પડદે થશે ટક્કર

તમિલનાડુમાં બે સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસન દિગ્ગજ અભીનેતાઓ ચુંટણીની જંગમાં ઉતરવાના છે. સુપરસ્ટાર રજનીકાંતે ચુંટણી પ્રચાર શરૂ દીધો છે, જયારે કમલ હસન તમિલનાડુના રામાનતપુરમ ખાતે 21 મી ફેબ્રુઆરીના રોજ તેમના રાજકીય પક્ષનું નામ જાહેર કરશે અને તે જ દિવસે ચુંટણી પ્રચાર શરૂ કરશે.

કમલ હસને કહ્યું કે, ચુંટણી પ્રવાસ દ્વારા તેઓ પોતાની જાતને લોકો સાથે તેમની પ્રોબ્લેમ વિશે અને તેમની સાથે પરિચિત થવા માંગે છે. કમલ હસન આગળ કહ્યું કે, ચુંટણી પ્રચાર દરમિયાન. હું તમારા સપોર્ટ સાથે આ ચુંટણી પ્રચાર કરવાનો છું. આપણા દેશ અને રાજ્યને સશક્ત બનાવવા માટે મારી સાથે જોડાઓ,

Mr Kamal Haasan Letterjpg બે સાઉથના સુપરસ્ટારોની હવે રાજકારણના પડદે થશે ટક્કર

 

તમિલનાડુમાં સત્તાધીશ એઆઈએડીએમકેની સ્થિતિ સતત કથળી રહી છે. ત્યારે તાજેતરમાં કરાયેલ સર્વે મુજબ અત્યારે રાજ્યમાં વિધાનસભાની ચુંટણી યોજાય તો એઆઈએડીએમકેએ પોતાની વર્તમાન સીટોમાંથી અડધી સીટો ગુમાવવી પડી શકે છે. ઇન્ડિયા ટુ ડે-કાર્વી ઈનસાઈટ્‌સ દ્વારા આ સર્વે કરાવાયો છે. તમિલનાડુમાં છેલ્લે ૨૦૧૬માં વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી.

જેમાં એઆઈએડીએમકે પોતાના દિગ્ગદજ નેતા જયલલીતાની આગેવાનીમાં ચુંટણી લડ્યુ હતું. જાકે, પાંચ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ જયલલીતાના નિધન બાદ પાર્ટી આંતરીક વિખવાદનો સામનો કરી રહી છે. ત્યારે ઇન્ડિયા ટુડેના સર્વે મુજબ તમિલનાડુમાં અત્યારે ચુંટણી યોજાય તો ૨૩૪ બેઠકોમાંથી એઆઈએડીએમકેને માત્ર ૬૮ બેઠકો મળી શકે તેમ છે જે અત્યારે ૧૩૫ છે.

સર્વે મુજબ રાજ્યના મુખ્ય વિપક્ષ એવા ડીએમકે સત્તામાં વાપસી કરે તેવા સંજાગો છે. ડીએમકે પોતાના કોંગ્રેસ સાથેના ગઠબંધન સાથે ૧૩૦ બેઠકો જીતીને સરકાર બનાવી શકે છે. તેમની પાસે અત્યારે માત્ર ૮૮ બેઠકો છે. તમિલનાડુનો સૌથી મોટો સવાલ સુપરસ્ટાર રજનીકાંતની પોલીટિકલ એન્ટ્રીથી રાજ્યના રાજકારણ પર પડનાર અસરોને લઈને છે. ત્યારે સર્વે મુજબ રજનીકાંતની પાર્ટી ૩૩ બેઠકો જીતી શકે તેમ છે.

સર્વેમાં ભાગ લેનાર મોટાભાગના લોકોનુ માનવુ છે, કે જયલલિતાના નિધન બાદ સરકારનુ કામકાજ ખૂબ જ કથળી ગયુ છે. મોટાભાગના લોકો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે એઆઈએડીએમકેના ભાગલા પડી જશે. ગત ચુંટણીમાં પાર્ટીનુ સમર્થન કરનાર ત્રણ પૈકી એક વોટર હવે પાર્ટીને વોટ આપવા તૈયાર નથી.