ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પોતાના પારિવારિક સંબધોના લીધે હાલત તો ખુબ જ ચર્ચામાં છે. મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. સામે મોહમ્મદ શમીએ પણ ઘણા આરોપો લગાવ્યા છે. ત્યારે હવે એક નવો ખુલાસો સામે આવ્યો છે.
મહોમ્મદ શમીએ હસીન જહાં દ્વારા બેંક એકાઉન્ટ બ્લોક કરવાના આરોપ પર પોતાનો પક્ષ મુકતા કહ્યું કે હસીને હાલમાં જ એક લાખ રૂપિયા નીકળ્યા અને બીજીવાર ચેક કેશ નહિ થવા દીધો, જયારે ઘરના ખર્ચ માટે 1 લાખ રૂપિયા દર મહીના માટે કાફી છે.
હાલમાં એક મીડિયાના રીપોર્ટ પ્રમાણે હસીન જહાં મોહમ્મદ શમીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી હતી. ઉલ્લેખનીય છે કે બેંકના લેણદેણ પર રોક લગાવી દીધી હતી.
શમીએ કહ્યું હું કે જયારે હું વિદેશમાં ગયો હતો ત્યારે હસીને જહાંએ મને ફોન કરીને કહ્યું હતું કે બેટીના વીમા માટે મને 15 લાખ રૂપિયાની જરૂરત છે, ત્યારે મેં કહ્યું કે સારું લઇ લેજે પૈસા અને વીમો કરાઈ દેજે.
શમીએ વધુમાં જણાવ્યું હતું કે, જયારે હું વિદેશથી પરત આવ્યો ત્યારે મે વીમાના કાગળ જોયા પછી મારા તો હોશ જ ઉડી ગયા. હસીને બેટીનું નામ લઈને 5 લાખ રૂપિયાનો વીમો બેટીનો કરાયો જયારે 10 લાખ રૂપિયાનો પોતાના નામે વીમો કરાવી નાખ્યો હતો.
આ સિવાય શમીએ પહેલા પણ તેની પત્ની પર ઘણા મોટા આરોપો લગાવ્યા છે. શમીએ કહ્યું કે, હસીન જહાંએ મારી સાથે લગ્ન કર્યા તે પહેલા પણ કોઈ બીજા સાથે લગ્ન કર્યા હતા અને તેમને બાળકો પણ છે તે વાતને છુપાવી હતી. મને આ વાતની ખબર પછીથી પડવાની શરુ થઈ. એક ટીવી ઈન્ટરવ્યૂમાં શમીએ કહ્યું કે, પહેલા હસીન જહાંએ કહ્યું હતું કે આ તેમની બહેન (કઝીન)ની છોકરીઓ છે. એટલે સુધી કે મારા મિત્રો અને પરિવારમાં પણ આજ જાણકારી આપી હતી. શમીએ વધુમાં કહ્યું કે, આ બધી જાણકારી પછી પણ હું હસીન જહાંને પ્યાર કરતો હતો અને તેમનો બધો જ ખર્ચ હું ઉઠ્વતો રહ્યો.