Not Set/ એરફોર્સ ઓફિસર પછી ‘હનીટ્રેપ’માં ફસાયો એક ઇન્ડિયન આર્મીનો લેફ્ટિનેંટ કર્નલ

ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા હનીટ્રેપ સંબધી એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને એક જ દિવસ પછી મધ્ય પ્રદેશના જબલપુરમાં ઇન્ડિયન આર્મીના એક લેફ્ટિનેંટ કર્નલની ધરપકડ કરવામાં આવી છે. વેલેન્ટાઇન દિવસના એક દિવસ પહેલા જ આઈબીએ એક ચેતવણી જાહેર કરી છે કે ખૂબસૂરત પાકિસ્તાની અથવા ચીની છોકરીઓ દ્વારા દેશના ઓફિસરોને ફસાવી શકે છે, જેના કારણે ફેશબૂક […]

Top Stories
204828 honey trap એરફોર્સ ઓફિસર પછી ‘હનીટ્રેપ’માં ફસાયો એક ઇન્ડિયન આર્મીનો લેફ્ટિનેંટ કર્નલ

ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા હનીટ્રેપ સંબધી એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને એક જ દિવસ પછી મધ્ય પ્રદેશના જબલપુરમાં ઇન્ડિયન આર્મીના એક લેફ્ટિનેંટ કર્નલની ધરપકડ કરવામાં આવી છે.

વેલેન્ટાઇન દિવસના એક દિવસ પહેલા જ આઈબીએ એક ચેતવણી જાહેર કરી છે કે ખૂબસૂરત પાકિસ્તાની અથવા ચીની છોકરીઓ દ્વારા દેશના ઓફિસરોને ફસાવી શકે છે, જેના કારણે ફેશબૂક અથવા વોટ્સએપ દ્વારા ભારતીય સુરક્ષાને લગતી સંવેદનશીલ જાણકારીઓ એકત્રિત કરી શકે છે. જેના લીધે ઇન્ટેલિજન્સ બ્યુરોએ આ બાબતે ભારત સરકારને એલર્ટ કર્યું હતું.

થોડાક દિવસ પહેલા જ દિલ્લી પોલીસ દ્વારા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અરુણ મારવાહને IAFની ગુપ્તચર માહિતી પાકિસ્તાનની જાસુસ એજન્સી ISIને લીક કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

૫૧ વર્ષીય ગ્રુપ કેપ્ટન મારવાહ પર પોતાના સ્માર્ટફોન દ્વારા વાયુસેનાના મહત્વપૂર્ણ અને ગુપ્ત દસ્તાવેજોની તસ્વીરો લઈને પાકિસ્તાન એજન્સી ISI સાથે લીક કરવાનો આરોપ સાબિત થયો હતો.

અરુણ મારવાહે ગુપ્ત માહિતીની તસ્વીરો વોટ્સએપ દ્વારા પાકિસ્તાનની જાસૂસ એજન્સીને મોકલી હતી. ૩૧ જાન્યુઆરીએ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગ્રુપ કેપ્ટનને શંકાસ્પદ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરાઈ હતી.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મારવાહ ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં બે ફેસબુક એકાઉન્ટ કિરણ રંધાવા અને મહિમા પટેલના સંપર્કમાં આવ્યો હતો. આ સોશિયલ મીડિયાની શરૂઆતમાં કેટલીક અંગત સેક્સની ચેટીંગ કર્યા બાદ તે આ મહિલાઓને IAFના ગુપ્તચર દસ્તાવેજોની જાણકારી આપવા માટે તૈયાર થઇ ગયો હતો.